શોધખોળ કરો
Advertisement
ક્રિકેટમાંથી રિટાયર થઇ ગયેલા આ ખેલાડીને વર્લ્ડકપ ટીમમાં કરાયો સામેલ, પાંચ વર્ષથી નથી રમ્યો વનડે, જાણો વિગતે
ડ્વેન બ્રાવો વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, બ્રાવોએ ઓક્ટોબર 2014માં પોતાની છેલ્લી વનડે રમી હતી
નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં કંઇપણ થઇ શકે છે, વિચિત્ર કિસ્સાઓ ગમે ત્યારે સામે આવી શકે છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડમાં 30મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડકપ માટે ડ્વેન બ્રાવોને સામેલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ માટે 10 સભ્યોની રિઝર્વ ટીમમાં બ્રાવોને સ્થાન આપ્યુ છે, હાલ બ્રાવો ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂક્યો છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે પોતાની વેબસાઇટ પર આ 10 ખેલાડીઓની યાદી મુકી છે.
ડ્વેન બ્રાવો વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ, બ્રાવોએ ઓક્ટોબર 2014માં પોતાની છેલ્લી વનડે રમી હતી.
ઉલ્લેખનીય છે કે, જ્યારે બ્રાવો વેસ્ટ ઇન્ડિઝ ટીમનો કેપ્ટન હતો ત્યારે બોર્ડ સાથે પૈસાની બાબતને લઇને અણબન થતાં બ્રાવો ભારત પ્રવાસ છોડીને પરત પોતાના દેશમાં ચાલ્યો ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement