શોધખોળ કરો
Advertisement
આ ભારતીય ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરીને લખ્યું- "જ્યારે તારી સાથે હોવ છું ત્યારે ......."
રિષપ પંતે વિતેલા વર્ષે 16 જાન્યુઆરીએ પ્રથમ વખત પોતાની આ ખાસ મિત્રની સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શ્રીલંકાની વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ઉતરતા પહેલા પોતાની ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથે વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરી. રિષભ પંતે આ નવા વર્ષના વેકેશનની એક સુંદર તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇશા નેગીની સથે ઘણાં સમય પહેલા રિલેશનશિપને સ્વીકારી ચૂકેલ રિષભ પંત હવે મોટેભાગે સાથે જોવા મળતા હોય છે.
22 વર્ષના પંતે શુક્રવારે પોતાની ગર્લફ્રેન્ડ ઇશા નેગી સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી, જેને કેપ્શન આપ્યું- ‘જ્યારે હું તારી સાથે હોવ છું ત્યારે મને સારું લાગે છે.’
ઇશાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- ‘આ 5મું વર્ષ....’ લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. રિષપ પંતે વિતેલા વર્ષે 16 જાન્યુઆરીએ પ્રથમ વખત પોતાની આ ખાસ મિત્રની સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.View this post on Instagram
ઇશા નેગી દિલ્હીની એક ઉદ્યમી અને ઇન્ટીરિયર ડેકોર ડિઝાઈનર છે. ઇશા નવી દિલ્હી સ્થિત કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરીની પૂર્વ વિદ્યાર્થીની છે અને તેણે એમિટી યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. પંતે આ પહેલા એમએસ ધોની સાથે ક્રિસમસ ઉજવણીની એક તસવીર પોસ્ટ કરી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement