ભારતની ચોથી સૌથી સફળ ઓપનિંગ જોડી વિરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર છે. બંનેએ 38 મેચમાં 50.54ની સરેરાશથી 1870 રન બનાવ્યા છે. જેમની સર્વોચ્ચ પાર્ટનરશિપ 183 રન છે. સુનીલ ગાવસ્કર અને શ્રીકાંતની જોડીએ 55 ઈનિંગમાં 1680 રનની પાર્ટનરશિપ કરી છે.
2/4
રોહિત-ધવનની જોડીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગની જોડીને પાછળ રાખી દીધી છે. સહેવાગ અને સચિને 2002-2012 દરમિયાન 93 વન ડેમાં 42.13ની સરેરાશથી 3913 રન બનાવ્યા હતા. તેમની વચ્ચે 12 વખત સદીને 18 વખત અડધી સદીની પાર્ટનરશિપ થઈ હતી. તેમની વચ્ચે પ્રથમ વિકેટ માટે સર્વોચ્ચ 258 રનની ભાગીદારીનો રેકોર્ડ છે.
3/4
ધવન-રોહિતની જોડીએ 87 ઈનિંગમાં 46.11ની સરેરાશથી 3920 રન બનાવ્યા છે. બંનેની સર્વોચ્ચ પાર્ટનરશિપ 210 રન છે. વન ડેમાં સૌથી સફળ ઓપનિંગ જોડીનો રેકોર્ડ ભારતના નામે છે. સચિન અને ગાંગુલીની જોડીએ 136 વન ડેમાં 6609 રન બનાવ્યા છે. તેમની વચ્ચે સદીની 21 અને અડધી સદીની 23 ભાગીદારી થઈ છે.
4/4
મુંબઈઃ બ્રેબોન સ્ટેડિયમ પર રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી વન ડેમાં ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને તેમના નામે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. રોહિત-ધવનની જોડી ભારતની બીજી સૌથી સફળ ઓપનિંગ જોડી બની ગઈ છે અને વિશ્વમાં ચોથા નંબર પર આવી રહી છે.