શોધખોળ કરો
વર્લ્ડકપઃ રોહિત શર્માએ સદી ફટકારાવાની સાથે બનાવ્યા આટલા રેકોર્ડ, જાણો વિગત
રોહિત શર્મા 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે સંગાકારાના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
![વર્લ્ડકપઃ રોહિત શર્માએ સદી ફટકારાવાની સાથે બનાવ્યા આટલા રેકોર્ડ, જાણો વિગત Rohit Sharma creates many records against Bangladesh વર્લ્ડકપઃ રોહિત શર્માએ સદી ફટકારાવાની સાથે બનાવ્યા આટલા રેકોર્ડ, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/02200612/rohit-sharma.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બર્મિંઘહામઃ વર્લ્ડકપના 40માં મુકાબલામાં ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 313 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના ઓપનરો રોહિત શર્મા અને લોકેશ રાહુલે 29.1 ઓવરમાં 180 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 104 રન બનાવવા સાથે વર્લ્ડકપમાં ચોથી સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે સંગાકારાના મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
સંગાકારાએ 2015ના વર્લ્ડકપમાં ચાર સદી મારી હતી. રોહિત પાસે આ રેકોર્ડ તોડવાની તક છે. જો ભારત ફાઇનલમાં પહોંચશે તો હજુ ત્રણ મેચ રમવા મળશે અને તેમાં તે આ રેકોર્ડ તોડી શકે છે. તમામ વર્લ્ડકપમાં રોહિત શર્માની આ 5મી સદી હતી. જેની સાથે જ તેણે વર્લ્ડકપમાં 5 સદી ફટકારવાના મામલે રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સંગાકારાની બરોબરી કરી છે.
વર્લ્ડકપમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે ક્રિકેટનો ભગવાન સચિન તેંડુલકર મોખરે છે. તેણે વર્લ્ડકપમાં કુલ 6 સદી મારી છે.
આ ઉપરાંત ઈંગ્લેન્ડના એજબેસ્ટોનમાં સદીની હેટ્રિક પણ લગાવી હતી. આજની મેચ પહેલા તેણે ઇંગ્લેન્ડ સામે 102 રન બનાવ્યા હતા. 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ તેણે આ મેદાન પર બાંગ્લાદેશ સામે અણનમ 123 રન બનાવ્યા હતા. આ સાથે જ ઇંગ્લેન્ડના કોઇ એક મેદાન પર ત્રણ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
104 રનની ઈનિંગ દરમિયાન રોહિતે 5 છગ્ગા પણ ફટકાર્યા હતા. જેની સાથે જ તે વન ડેમાં ભારત તરફથી સૌથી વધારે સિક્સર ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ધોનીને પાછળ રાખ્યો હતો.
INDvBAN: વર્લ્ડકપમાં રોહિત-રાહુલની જોડીએ રચ્યો ઈતિહાસ, બનાવી દીધો આ મોટો રેકોર્ડ, જાણો વિગત
INDvBAN: વન ડેમાં ડેબ્યૂ કર્યાના 15 વર્ષ બાદ ભારતના આ ખેલાડીને વર્લ્ડકપમાં રમવા મળી પ્રથમ મેચ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)