શ્રીલંકાનો પૂર્વ ઓપનર તિલકરત્ને દિલશાન 223 બાઉન્ડ્રી સાથે આ લિસ્ટમાં ટોચ પર છે. જે પછીના ક્રમે અફઘાનિસ્તાનના ઓપનર મોહમદ શેહઝાદ છે. તેણે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 218 બાઉન્ડ્રી ફટકારી છે.
2/3
રોહિત શર્મા T20માં 200 બાઉન્ડ્રી ફટકારનારો વિશ્વનો ચોથો ક્રિકેટર બની ગયો છે. ન્યૂઝિલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ પણ 200 બાઉન્ડ્રી સાથે ચોથા ક્રમે છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન 214 બાઉન્ડ્રી સાથે લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
3/3
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 શ્રેણીની અંતિમ મેચ જીતાડવામાં શિખર ધવન અને રિષભ પંતે મહત્વનો ફાળો આપ્યો હતો. મેચમાં રોહિત શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. રોહિતે એક બાઉન્ડ્રી દ્વારા 4 રન બનાવ્યા હતા. જેના કારણે તે T20માં એક અનોખી ક્લબમાં સામેલ થઈ ગયો છે.