નવી દિલ્હીઃ ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના ‘હિટમેન’ રોહિત શર્માએ શ્રીલંકા સામે તૂફાની બેટિંગ કરતા 35 બોલમાં સદી ફટકારી દીધી હતી. તેની સાથેજ તેમણે આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેવિડ મિલરની સૌથી ઝડપી સદીની બરાબરી કરી લીધી છે.
2/4
તમને જણાવી દઈએ કે રોહિત શર્માની આ બીજી ટી-20 શતક છે. તેના પહેલા તેણે વર્ષ 2015માં સાઉથ આફ્રિકા સામે 106 રન બનાવ્યા હતા. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ટી-20માં બે સદી મારનાર દુનિયાના પાંચમાં બેટ્સમેન બની ગયા છે.
3/4
તેના પહેલા ચાર બેટ્સમેનો આ રોકર્ડ બનાવી ચુક્યા છે. જેમાં ક્રિસ ગેલ, કોલિન મુનરો, ઈવિન લુઈસ, બ્રેંડન મેક્કુલમનો સમાવેશ થાય છે.
4/4
આફ્રિકી સ્ટાર ડેવિડ મિલરે બાંગ્લાદેશ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્માએ 43 બોલમાં 118 રન બનાવ્યા હતા. જેમાં 12 ચોક્કા અને 10 છક્કા સામેલ હતા.