Rohit Sharma Retirement: રોહિત શર્માએ લીધો નિવૃતિનો નિર્ણય? BCCIએ લઇ શકે છે આ નિર્ણય, જાણો ડિટેલ
Rohit Sharma Retirement: રોહિત શર્માની નિવૃત્તિને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. બીસીસીઆઈ પણ જલ્દી જ આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.
Rohit Sharma set to Retire: ભારતીય ટીમનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25) બાદ નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વર્તમાન સિરીઝ બાદ રોહિત પોતાના કરિયરને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે તેમની કેપ્ટનશિપમાં ભારત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું છે, જે શ્રેણી ટીમ ઈન્ડિયા છેલ્લા ચાર વખતથી જીતી રહી છે.તેનું વ્યક્તિગત પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી, તેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે.
TOIના અહેવાલ મુજબ, BCCIના ટોચના અધિકારીઓ અને પસંદગીકારોએ પહેલાથી જ રોહિત સાથે વાત કરી છે અને એવું લાગે છે કે 'હિટમેન' પોતાનો નિર્ણય બદલશે નહીં. નિવૃત્તિની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ અનુસાર, રોહિત સિડની ટેસ્ટ પછી તેની ટેસ્ટ કારકિર્દીનો અંત કરી શકે છે. જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચે છે, તો રોહિત વધુ થોડો સમય કેપ્ટન તરીકે ચાલુ રાખવા માટે પસંદગીકારો સાથે વાત કરી શકે છે.
મેલબોર્ન ટેસ્ટની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે આ હારથી તે ચોક્કસપણે દુ:ખી છે. એક તરફ જસપ્રીત બુમરાહ છે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં એકલા હાથે 30 વિકેટ લીધી છે. બીજી તરફ રોહિત શર્મા છે જેણે માત્ર 31 રન બનાવ્યા છે. શક્ય છે કે રોહિતની ટેસ્ટ નિવૃત્તિ દૂર નથી પરંતુ તે સિડની ટેસ્ટમાં લડ્યા વિના લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવા માંગતો નથી.
મેલબોર્નની હાર પર રોહિત શર્માએ શું કહ્યું?
મેલબોર્ન ટેસ્ટમાં ભારતનો 184 રને પરાજય થયો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. રોહિત શર્માએ હાર પર કહ્યું કે એવી ઘણી વસ્તુઓ છે જે તેના અનુસાર નથી ચાલી રહી. તેણે એમ પણ કહ્યું કે આ હાર માનસિક રીતે ચોંકાવનારી છે.
આ પણ વાંચો
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે WTC ફાઇનલ? આ સમીકરણથી ભારત-ઓસ્ટ્રેલિયા થશે બહાર