રિષભ પંત રોહિત શર્માની દીકરી માટે બેબીસિટરની ભૂમિકા નિભાવે તેમ ઈચ્છે છે. રિષભ પંતે ગુડ મોર્નિંગ લખેલું ટ્વિટ કર્યું હતું. જેને રિટ્વિટ કરી રોહિતે લખ્યું કે, રિષભ સાંભળ્યું છે કે તું એક સારો બેબીસિટર છે. હું પણ તેને શોધી રહ્યો છું. જો તું બનીશ તો રીતિકા ખુશ થશે.
2/4
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા તાજેતરમાં જ પિતા બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બેબીસિટર નામથી જાણીતા થયેલા ભારતના યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પાસે હિટમેન રોહિત શર્માએ ખાસ ઈચ્છા વ્યક્ત કરી છે.
3/4
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની તબોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકિપર કેપ્ટન ટિમ પેન અને ભારતીય વિકેટકિપર રિષભ પંત વચ્ચે શાબ્દીક વાકયુદ્ધ થયું હતું. જેમાં પેને પંતને બેબીસિટર કહ્યો હતો. આ મેચમાં રિષભ પંત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વન ડે ટીમમાં ધોનીને સામેલ કરવા અંગેનો ઉલ્લેખ કરીને પેને કહ્યું હતું કે, એમએસ વન ડે ટીમમાં પરત ફર્યો છે. આ બાળકને હરિકેંસ મોકલી દેવો જોઈએ. તેને હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાનો મોકો પણ મળશે. શું બાળકોને સંભાળી શકીશ. જ્યારે હું મારી પત્નીને ફિલ્મ જોવા લઇ જાવ ત્યારે તું મારા બાળકોની સંભાળ રાખજે.
4/4
જે બાદ પંતે મેદાનની બહાર ટિમ પેનની ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને પેનના બાળકો પાસે પહોંચી ગયો હતો અને પેનના બાળકને તેડીને તસવીર ખેંચાવી હતી. જે બાદ ટિમ પેનની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, બેસ્ટ બેબીસિટર.