શોધખોળ કરો
સ્પૉટ ફિક્સિંગ પ્રતિબંધ ખતમ થયા બાદ શ્રીસંતે કહ્યું- હવે રમવા માટે હું સ્વતંત્ર
શ્રીસંતે પ્રતિબંધ સમાપ્ત થાય તે પહેલા શુક્રવારે ટ્વીટ કરી હતી કે, “હું હવે તમામ આરોપોમાંથી સંપૂર્ણ મુક્ત છું અને હવે આ રમતનું પ્રતિનિધિત્વ કરીશ જે મને સૌથી વધુ ગમે છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત પર કથિત રીતે સ્પૉટ ફિક્સિંગ મામલે લાગેલો પ્રતિબંધ રવિવારે ખત્મ થઈ ગયો છે. ફાસ્ટ બોલર શ્રીસંત પર શરુઆતમાં આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ નિર્ણય વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડી હતી.
શ્રીસંતને પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, પ્રતિબંધ સમાપ્ત થયા બાદ તે છેલ્લે ડોમેસ્ટિક ક્રિકેટમાં કેરિયર ફરી શરૂ કરવાનો ઈરાદો છે અને તેના ઘરેલુ રાજ્ય કેરળે વચન આપ્યું હતું કે, જો તે ફિટનેસ સાબિત કરશે તો તેના નામ પર વિચાર કરીશું.
શ્રીસંતે પ્રતિબંધ સમાપ્ત થાય તે પહેલા શુક્રવારે ટ્વીટ કરી હતી કે, “હું હવે તમામ આરોપોમાંથી સંપૂર્ણ મુક્ત છું અને હવે આ રમતનું પ્રતિનિધિત્વ કરીશ જે મને સૌથી વધુ ગમે છે. હું દરેક બોલ પર સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરીશ અને પછી તે પ્રક્ટિસ જ કેમ ના હોય.” તેમણે કહ્યું કે, મારી પાસે વધુમાં વધુ પાંચ થી સાત વર્ષ બચ્યા છે અને હું જે પણ ટીમ તરફથી રમીશ તેના માટે સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement