મુંબઈ: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરે તેમના ઘરે બુધવારે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધાં. તેમના નિધનને લઈને દિગ્ગજ ક્રિકેટરોએ દુખ વ્યક્ત કર્યું અને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે સચિન તેંડુલકરે કહ્યું કે, આચરેકર સરની ઉપસ્થિતિથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે. આજે હું જે મુકામ પર છું. તેનો પાયો આચરેકર સરે જ નાંખ્યો હતો.
2/4
પોતાના ક્રિકેટ કરિયરને લઇને સચિન હંમેશા આચરેકર સરનો આભાર માનતા આવ્યા છે. ગુરુપૂર્ણિમાંના દિવસે સચિન પોતાના બાળપણના કોચ આચરેકર પ્રતિ સન્માન વ્યક્ત કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
3/4
તેંડુલકરને સ્કૂલના સમયથી લઈને ક્રિકેટના ભગવાન બનાવવા સુધી આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
4/4
સચિને ભાવુક થઇને કહ્યું કે, “આચરેકર સરની ઉપસ્થિતિમાં સ્વર્ગમાં ક્રિકેટ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ મે પણ સર પાસેથી ક્રિકેટની એબીસીડી શીખી હતી. મારી જિંદગીમાં તેમના યોગદાનને વર્ણવી શકાય એવા શબ્દો નથી. હું આજે જે મુકામ પર છું. તેનો પાયો આચરેકરે સરે જ નાખ્યો હતો.”