શોધખોળ કરો
World Cup: વિરાટને સચિનની સલાહ, વેસ્ટઇન્ડીઝ સામે શમીની જગ્યાએ આ બોલરને ઉતારજો
ભુવનેશ્વરને પસંદ કરવાનું કારણ આપતા સચિને જણાવ્યું કે, ભુવનેશ્વરને પસંદ કરવાનું કારણ એ છે કે તે ક્રિસ ગેલને બહારનાં ખુણાથી બૉલિંગ કરી શકે છે.
નવી દિલ્હીઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું માનવું છે કે, આજે રમાનાર વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ મેચમાં ભારતીય ટીમે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવો જોઈએ. સચિને આ માટે કારણ પણ આપ્યું છે.
તેંડુલકરે કહ્યું કે, “વેસ્ટઇન્ડીઝ સામે થનારી આગામી મેચમાં જો ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી બંનેમાંથી મારે કોઈ એકને પસંદ કરવો હોય તો હું નિશ્ચિત રીતે ભુવનેશ્વરને પસંદ કરીશ.”
ભુવનેશ્વરને પસંદ કરવાનું કારણ આપતા સચિને જણાવ્યું કે, “ભુવનેશ્વરને પસંદ કરવાનું કારણ એ છે કે તે ક્રિસ ગેલને બહારનાં ખુણાથી બૉલિંગ કરી શકે છે જેનાથી ગેલ અસહજ થઈ જશે. મને આજે પણ યાદ છે કે મે જે અંતિમ ટેસ્ટ મેચ રમી હતી તેમાં ગેલ ભુવનેશ્વર સામે અસહજ હતો.” સચિને કહ્યું કે, “હું જાણું છું કે શમી માટે આ થોડુક દુર્ભાગ્યપૂર્ણ હશે, પરંતુ મને લાગે છે કે આ મેચ માટે ભુવનેશ્વર સાથે જવું જોઇએ.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
બજેટ 2025
Advertisement