IPL2022: મુંબઈ ઈંડિયન્સ સાથે જોડાયો સચિન તેંડૂલકર, જુઓ યાદોથી ભરેલ સ્પેશિય વેલકમનો વીડિયો
મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બાયો-બબલમાં પ્રવેશવા માટે સચિનને જે હોટલમાં રાખવામાં આવ્યો છે તે હોટેલમાં સચિનનું વિશેષ સ્વાગત જોઈને તે ચોંકી ગયો હતો. આ સ્વાગતનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. તે આ ટીમનો મેન્ટર પણ છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બાયો-બબલમાં પ્રવેશવા માટે સચિનને જે હોટલમાં રાખવામાં આવ્યો છે તે હોટેલમાં સચિનનું વિશેષ સ્વાગત જોઈને તે ચોંકી ગયો હતો. આ સ્વાગતનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.
નવી મુંબઈમાં રિલાયન્સ જિયો ઈન્ટરનેશનલ ફેસિલિટી ખાતે મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ માટે બાયો-બબલ સેટ-અપ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ટીમની IPLની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ગુરુવારે જ્યારે માસ્ટર-બ્લાસ્ટર સચિન અહીં આવ્યો ત્યારે તેમનું યાદોથી ભરેલું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જ્યારે સચિન તેની હોટલના રૂમમાં ગયો ત્યારે તેણે જોયું કે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની ટાઈમલાઈનની કેટલીક ડિશો ટેબલ રાખેલી હતી. જેમાં 1988માં સચિનના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ, ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી અને ત્યારબાદ 1995માં અંજલિ સાથે લગ્નની તસવીરો હોટેલ સ્ટાફ દ્વારા ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ તેના પલંગ પર એક ઓશીકું પણ હતું, જેના પર તેની સદીની ઉજવણી કરતો ફોટો હતો. તેંડૂલકરે આ ખાસ સ્વાગતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
View this post on Instagram
આ વીડિયોમાં સચિન કહેતો જોવા મળી રહ્યો છે કે, 'જ્યારે હું હોટલના રૂમમાં આવ્યો ત્યારે મેં આ બધું જોયું.' વિનોદ કાંબલી સાથેની 1988ની તસવીર જોઈને તે કહે છે, 'આ બધું અહીંથી શરૂ થયું હતું.' પછી તે મોબાઈલને તેના પલંગ તરફ લઈ જાય છે અને તેના ફોટા સાથે ઓશીકું બતાવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008થી 2011 સુધી સચિને મુંબઈ ઈંડિયન્સની કેપ્ટનશીપ સંભાળી હતી. આ વર્ષના આઈપીએલમાં સચિન ટીમના થિંક ટેન્કનો ભાગ છે.