શોધખોળ કરો
Advertisement
પિતાના રસ્તે પુત્રઃ 14 વર્ષની ઉંમરે રાહુલ દ્રવિડના પુત્ર સમિતે ફટકારી બેવડી સદી
દ્રવિડ જૂનિયર હજુ 14 વર્ષનો છે. હાલમાં તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જૂનિયર લીગમાં રમી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘ધ વોલ’ તરીકે જાણીતા એવા રાહુલ દ્રવિડ દુનિયાના મહાન બેટ્સમેનોમાંથી એક છે. તે જ્યારે મેદાન પર બેટિંગ કરવા ઉતરતા તો તેમને આઉટ કરવા વિરોધી ટીમના પરસેવા છૂટી જતા. ત્યાર હેવા એવા દિગ્ગજ ખેલાડીનો પુત્ર સમિત દ્રવિડ પણ તેના પિતાની જેમ બેટિંગમાં કુશળ થઈ ગયો છે.
દ્રવિડ જૂનિયર હજુ 14 વર્ષનો છે. હાલમાં તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનની જૂનિયર લીગમાં રમી રહ્યો છે. આ લીગમાં રમાયેલી એક મેચમાંની બે ઈનિંગમાં સમિત દ્રવિડે 295 (201 અને 94*) રન બનાવ્યા છે.
રાઈટ હેન્ડેડ બેટ્સમેન સમિત દ્રવિડ કર્ણાટક ક્રિકેટ એસોસિએશનમાં વાઈસ પ્રેસિડેન્ટની ટીમ તરફથી રમી રહ્યો છે અને તેમની ટીમની મેચ ધારવાડ ઝોન સામે હતી. જેમાં પહેલી ઈનિંગમાં સમિતે બેવડી સદી ફટકારી હતી.
સ્કોરબોર્ડ પર નજર કરીએ તો સમિત દ્રવિડની આ ઇનિંગ્સ તેના પિતા રાહુલ દ્રવિડની શૈલીમાં જોવા મળે છે. સામિતે 201 રન બનાવવા માટે 250 બોલનો સામનો કર્યો, જેમાં 22 ચોગ્ગા સામેલ હતા. ત્યાર બાદ તેને મેચની બીજી ઇનિંગમાં અણનમ 94 રન બનાવ્યા. આટલું જ નહીં સમિતે બોલિંગ કરી પોતાની ટીમ માટે 26 રન આપી 3 વિકેટ પણ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion