શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ સામેની T-20 શ્રેણીમાં શિખર ધવનના સ્થાને કોનો કરાયો સમાવેશ, જાણો વિગતે
શિખર ધવનને બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે ખભામાં ઈજા પહોંચી હતી. ચાલુ મેચમાં જ ધવન મેદાનમાંથી બહાર થયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ખભાની ઈજાને કારણે 24 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનારી ટીમ ઈન્ડિયાની પાંચ T20I મેચોની સિરીઝમાં રમી નહીં શકે. શિખર ધવનને બેંગલુરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચ વખતે ખભામાં ઈજા પહોંચી હતી. ચાલુ મેચમાં જ ધવન મેદાનમાંથી બહાર થયો હતો. શિખર ધવનના સ્થાને વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સંજુ સેમસન શ્રીલંકા સામે ટી-20 રમ્યો હતો. સંજુ સમસનને શ્રીલંકા સામેની ત્રીજી ટી-20 મેચમાં ઋષભ પંતના સ્થાને તક આપવામાં આવી હતી. જેની સાથે સંજુ સેમસને બે મેચ વચ્ચે સૌથી વધુ વખત બહાર રહેવાનો ભારતીય રેકોર્ડ બનાવી દીધો હતો. આ અગાઉ સંજુ સેમસને એકમાત્ર ટી-20 ઇન્ટરનેશનલ મેચ 19 જૂલાઇ 2015માં ઝીમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તેને એક પણ મેચમાં તક આપવામાં આવી નથી. આ વચ્ચે ભારતીય ટીમ 73 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી તે પછી શ્રીલંકા સામે ત્રીજી ટી-20માં અંતિમ 11માં સ્થાન આપવામાં આવ્યું હતું..
આ રીતે તે ભારત તરફથી બે મેચો વચ્ચે સર્વાધિક મેચ સુધી બહાર રહેનાર ખેલાડી બની ગયો હતો. આ અગાઉ આ રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો જે 2012થી 2018 વચ્ચે 65 ટી-20 મેચોમાં રમ્યો નહોતો. આ મામલે વર્લ્ડ રેકોર્ડ ઇગ્લેન્ડના જો ડેનલીના નામ પર છે જે 2010થી 2018 વચ્ચે 79 ટી-20 મેચમાં બહાર રહ્યો હતો. ઇગ્લેન્ડના જ લિયામ પ્લંકટ 74 મેચ સાથે બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી, રોહિત શર્મા, સંજુ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે. રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચો રમશે. 24 જાન્યુઆરીએ પહેલી ટ્વેન્ટી-20 મેચ સાથે ભારતીય ટીમનો પ્રવાસ શરૂ થશે. સહેવાગે કરી ધોનીની પ્રશંસા, કહ્યું- તે ખેલાડીની પ્રતિભાને પારખતો હતો, લોકેશ રાહુલને લઈ કરી આ વાત Hyundai એ લોન્ચ કરી કોમ્પેક્ટ સેડાન Aura, કિંમત 6 લાખ રૂપિયાથી પણ ઓછી, જાણો કેવા છે ફીચર્સ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક મોટો ફટકો, ધવન બાદ આ ખેલાડી થયો બહાર, જાણો વિગતેBCCI: The All-India Senior Selection Committee has named Sanju Samson as injured Shikhar Dhawan’s replacement in the T20I series and Prithvi Shaw for the ODI series. #INDvsNZ
— ANI (@ANI) January 21, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion