શોધખોળ કરો
Advertisement
‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડે યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં જીત્યો ગોલ્ડ મેડલ
ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે યુરોપિયન એથલેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
અમદાવાદ: ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી સરિતા ગાયકવાડે વધુ એક સિદ્ધી હાંસલ કરી છે. યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલી યુરોપિયન એથલેટિક ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીતી ફરી એકવાર દેશ અને ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે 400 મીટરની મહિલા દોડ માત્ર 54.21 સેન્કડમાં પૂર્ણ કરી આ સિદ્ધી મેળવી છે.
25 વર્ષીય સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. સરિતા ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી ઓળખે છે.
આ પહેલા સરિતાએ એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બની હતી. ભારતીય મહિલા ટીમે 4x400 રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion