રણજી ટ્રોફીના ઈતિહાસનો હાઈએસ્ટ સફળ રનચેઝ 371 રનનો ટાર્ગેટ હતો. આ રેકોર્ડ 12થી 15 ડિસેમ્બર,2008ના રોજ દિલ્હીમાં રમાયેલી રણજીમાં સર્વિસીસ સામે આસામે નોંધાવ્યો હતો. સૌરાષ્ટ્રે તેના કરતા એક કદમ આગળ વધતાં રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલના પાંચમાં અને આખરી દિવસે 115.1 ઓવરમાં ચાર વિકેટે 372 રન ફટકારતાં ઐતિહાસિક જીત હાંસલ કરી હતી.
2/3
ઓપનર હરવિક દેસાઈએ કારકિર્દીની પ્રથમ સદી સાથે 116 રન ફટકાર્યાં હતા. જ્યારે સ્નેલ પટેલ 72, શેલ્ડન જેક્સન ૭૩*, ચેતેશ્વર પુજારાએ 67*એ અડધી સદી ફટકારીને સૌરાષ્ટ્રને ઐતિહાસિક સફળતાની સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો.
3/3
સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશ સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં અસાધારણ લડત અને જબરજસ્ત ધીરજ દર્શાવતા 37 રનના વિશાળ ટાર્ગેટને ચાર વિકેટ ગુમાવીને પાર પાડતા ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સૌથી મોટા રનચેઝનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો.