પેન્ટ ફાટ્યું હોવાની ખબર પડતાં જ પોલોકે પોતાના હાથથી પાછળનો ભાગ ઢાંકી દીધો હતો. ત્યાર બાદ તે મેદાનની બહાર નીકળીને પેન્ટ ચેન્જ કરવા માટે ગયો હતો. રસપ્રદ વાત તે છે કે, જ્યારે પોલોકની સાથે આ ઘટના ઘટી ત્યારે ટીવી ચેનલ તેનું લાઈવ પ્રસારણ કરી રહ્યું હતું.
2/5
3/5
તે દરમિયાન દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન શોન પોલોક સ્લિપમાં કેચ ઝડપવાની રીત બતાવી રહ્યા હતાં. જોકે પોલોક કેચ ઝડપવા માટે જ્યારે નીચે નમ્યા ત્યારે તેમનું પેન્ટ ફાટી ગયું હતું. પોલોકની બાજુમાં દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ હાજર હતો.
4/5
ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર ખેલથી અલગ એવી ઘટનાઓ બને છે જે લોકોનું ધ્યાન ખેંચે છે. આવી જ એક ઘટના દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી. સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં બ્રેક દરમિયાન પૂર્વ ક્રિકેટર એક્સપર્ટના રૂપમાં મેચ પર વાત કરી રહ્યાં હતા.
5/5
આ ઘટનાક્રમ જોઈને ત્યાં હાજર બીજા ક્રિકેટર અને ગ્રાઉન્ડ સ્ટાફના લોકો હસવા લાગ્યા હતાં. તે દરમિયાન પોલોક પણ શરમાઈ ગયો હતો. તસ્વીરમાં જોવા મળી રહ્યું છે કે પેન્ટ પાછળથી ઘણું ફાટી ગયું છે. ચેજિંગ રૂમ તરફથી મળેલા પાયજામા માટે તેણે આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે તેણે પાયજામા સાથે તસ્વીર પણ શેર કરી છે.