શોધખોળ કરો
સીનિયર ભારતીય ક્રિકેટરે રવિ શાસ્ત્રી પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- હવે કોચ જવાબ આપે
1/4

શાસ્ત્રીએ શ્રેણી શરૂ પહેલા કહ્યું હતું કે, “ઈંગ્લેન્ડની પીચ અને કન્ડીશન્સની ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર કોઈ અસર નહીં પડે. અમે દરેક મેચને ઘરેલુ મેચની જેમ રમીશું. અમારી ટીમ આક્રમક છે અને જીતવા માટે રમીએ છીએ. ઈંગ્લેન્ડ સામે આ સીરિઝમાં અમે જીતવા માટે જ રમીશું. અમે અહીંયા મેચ ડ્રો કરવા નથી આવ્યા. મેચ જીતવાની પૂરી કોશિશમાં જો અમે હારી પણ જઈશું તો તે અમારા માટે દુર્ભાગ્યપૂર્ણ ગણાશે.”
2/4

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હાર બાદ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, હવે શાસ્ત્રીએ આગળ આવવું જોઈએ અને ભારતની હાર પર જવાબ આપવો જોઈએ. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તે બધી બાબતોમાં જવાબદાર છે. જો ટીમ ઈન્ડિયા સીરિઝ હારી જશે તો શાસ્ત્રીએ તેના નિવેદનો અંગે વિચારવું પડશે અને માનવું પડશે કે ક્રિકેટની રમતમાં કન્ડીશન્સ ઘણું મહત્વ ધરાવે છે.
Published at : 15 Aug 2018 02:30 PM (IST)
View More





















