શોધખોળ કરો
દીકરી કરી રહી હતી હિન્દુઓની જેમ આરતી, આ પાકિસ્તાની ક્રિકેટરે ગુસ્સામાં તોડી નાખ્યું ટીવી
આ બાબતને તેણે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. તેના આ નિવેદને તેમાં હાજર ઓડિયન્સે તાળીથી વધાવી લીધુ હતું.

નવી દિલ્હીઃ દાનિશ કનેરિયાનો મામલો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થતાં ભેદભાવનો ખુલાસો થયો હતો, પરંતુ હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ એક એવી વાત જણાવી છે જેનાથી ફરી એકવાર પાકિસ્તાનની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઊભા થયા છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શાહિદ આફ્રિદીએ ખુલાસો કર્યો કે એક વાર તેની દીકરી આરતી કરી રહી હતી, તે જોઈ શાહિદ આફ્રિદી ભડક્યો હતો અને તેણે ગુસ્સામાં આવીને ટીવી તોડી દીધું.
આફ્રિદીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેમણે પોતાના ઘરમાં પત્નીના કારણે ટીવી તોડ્યું હતું કારણ કે તે ભારતીય ટીવી ચેનલ પર આવનાર શો જોયા કરતી હતી. આ દરમિયાન બાળકો પણ જોતા હતા. એક દિવસ તેની દીકરી ટીવી સીરિયલ જોઇને પોતાના હાથમાં થાળી લઇને આરતી કરતા નજરે પડી જેનાથે તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે દીવાલ પર લાગેલું ટીવી જ તોડી નાખ્યું.
આ બાબતને તેણે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો હતો. તેના આ નિવેદને તેમાં હાજર ઓડિયન્સે તાળીથી વધાવી લીધુ હતું. આ રીતે જો ભારતમાં લધુમતિ સમાજનું અપમાન કરવામાં આવે તો તોફાન ફાટી જાય છે. જ્યારે પાકિસ્તાની ક્રિકેટરો શરમ નેવે મુકીને હિન્દુ ધર્મનું અપમાન કરતા ખચકાતા નથી. આ ઘટના અલ્પસંખ્યકોને લઇને પાકિસ્તાનના વિચારો દર્શાવે છે. નોંધનીય છે કે, શાહિદ આફ્રિદીનો આ વીડિયો 2017નો છે, પરંતુ આ વીડિયો હાલ દાનિશ કનેરિયાના મામલા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ પાકિસ્તાનના લૅગ સ્પીનર દાનિશ કનેરિયાએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે પાકિસ્તાનની ટીમમાં હતો, તો કેટલાક ખેલાડી તેની સાથે ભેદભાવ કરતા હતા. કનેરિયાથી પહેલા આ વાત શોએબ અખ્તર એ કહી હતી, ત્યારબાદ તે પોતાની વાતથી ફરી ગયો હતો. પાકિસ્તાનના બીજા અનેક મોટા ક્રિકેટર્સ જેમ કે ઈન્ઝમામ ઉલ હક અને વકાર યૂનિસ એ પણ દાનિશ કનેરિયાના દાવાનો ખોટો કરાર કર્યો હતો.This is reality of secularism in Pakistan, TVs are broken for showing Hindu rituals & people applaud it pic.twitter.com/PXKcs5wcyf
— Amit Kumar Sindhi 🇮🇳 (@AMIT_GUJJU) December 28, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement