શોધખોળ કરો
INDvWI: વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપે બનાવ્યો ખાસ રેકોર્ડ, ઘણા દિગ્ગજોને છોડ્યા પાછળ, જાણો
હોપે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દિધા છે.

કટક: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે કટકમાં રમાઈ રહેલી ત્રીજી વન ડેમાં વિકેટકીપર અને બેટ્સમેન શાઈ હોપે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. હોપે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દિધા છે. શાઈ હોપ પોતાના 3000 વન ડે ઈન્ટરનેશનલ રન પૂરા કર્યા છે. તે સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ અને દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ પોતાના નામે કરતા હોપે વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સ સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દિધા છે. વન ડેમાં સૌથી ઝડપી 3000 વનડે રન દક્ષિણ આફ્રીકાના હાશિમ અમલાએ બનાવ્યા છે. આ રેકોર્ડ બનાવતા તેણે 57 ઈનિંગ રમી હતી. શાઈ હોપે આ કમાલ 67 ઈનિંગમાં કરી છે. આ મામલામાં પાકિસ્તાના બાબર આઝમ ત્રીજા ક્રમે છે. તેણે 68 ઈનિંગમાં સૌથી ઝડપી 3000 વનડે રન પૂરા કર્યા છે.
વધુ વાંચો





















