શેન વોર્ને કહ્યું કે, હું પિતા બનીને ખુશ છું, મને લાગે છે કે હું એક સારો પિતા છું. મારા બાળકો એ મારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. તેમણે પણ પુસ્તકમાં ઘણી સારી વાતો કહી છે. તેમણે પુસ્તક માટે જ્યારે આ વાતો કહી હતી ત્યારે હું તેમની સાથે ન હતો.
2/4
વોર્ને આગળ જણાવ્યું કે, હું શરમ અનુભવું છું કે એક પિતા તરીકે અને પતિ તરીકે હું સારો ન હતો. પુસ્તકમાં લખેલું બધી જ વાતો સત્ય છે. જો મને સેક્સમાં આટલો બધો રસ ન હોત તો મારી જાતને આટલી તકલીફો સહન કરવાનો વખત આવ્યો ન હતો.
3/4
વોર્નને પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2010માં સિમોન સાથે છૂટાછેડા લઈને એલીઝાબેથ હર્લે સાથે સંબંધ બાંધવા એ તેના બાળકો માટે સૌથી વધારે દુખદાયી હતું. તેણે પોતાની આત્મકથા વિશે વાત કરતાં કહ્યું કે, તેણે બાળકોને દુઃખી કરવા માટે માફી માગી છે.
4/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના મહાન સ્નિપર શેન વોર્ને ક્રિકેટ કારકિર્દી અને વ્યક્તિગત જીવનના કેટલાક ન જાણીતા કિસ્સાઓ પોતાની આગામી પ્રકાશિત થનાર આત્મકથા ‘નો સ્પિન’ દ્વારા શેર કર્યા છે. વોર્ને બીબીસીને આપેલ ઇન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગત જીવનને લઈને અનેક ખુલાસા કર્યા છે.