ધવને કહ્યું કે ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં છઠ્ઠી ડિસેમ્બરની પહેલી ટેસ્ટમાં ટી ઇન્ડિયા સારુ પ્રદર્શન કરશે. તેને કહ્યું અમારી પાસે અહીં સીરીઝ જીતવાનો સારો મોકો છે. અમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સારી ક્રિકેટનું પ્રદર્શન કરવા માગીએ છીએ.
2/5
3/5
તાજેતરમાં જ પૂર્ણ થયેલી ટી20 સીરીઝમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બનેલા ધવને એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ટેસ્ટ ટીમમાં સામેલ ના કરવાને લઇને તે દુઃખી છે, પણ હવે તે આગળનું વિચારી રહ્યો છે.
4/5
ધવને કહ્યું, હા, હું થોડો દુઃખી હતો, પણ હવે આગળ વધી ગયો છુ અને માનસિક રીતે સારી સ્થિતિમાં છું. હું હકારાત્મક છું. મને થોડો બ્રેક મળ્યો છે અને હાલમાં હુ મારી ટ્રેનિંગનો આનંદ લઇશ. હું હજુ વધારે ફીટ બનાવાની કોશિશ કરીશ.
5/5
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે, ટી20 સીરીઝમાં 1-1થી બરાબર કર્યા બાદ આગામી છઠ્ઠી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની શરૂઆત થનારી છે. ભારતીય ટીમના સ્ફોટક બેટ્સમેન ધવનને ટીમમાંથી પડતો મુકતા તેને પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ છે.