શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયા માટે ખુશ ખબર, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ફિટ થયો આ શાનદાર બેટ્સમેન
ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ત્રણ ઓગસ્ટના રોજ શરૂ થશે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટી-20, ત્રણ વન-ડે મેચ અને બે ટેસ્ટ મેચ રમશે.
નવી દિલ્હીઃ ત્રણ ઓગસ્ટથી શરૂ થઇ રહેલી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર આજે ટીમ ઇન્ડિયાની જાહેરાત થશે. આ પ્રવાસ માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ઉપલબ્ધ રહેશે. 33 વર્ષનો ધવન ઇજાના કારણે વર્લ્ડકપ 2019થી બહાર થઇ ગયો હતો. એમએસકે પ્રસાદની અધ્યક્ષતાની પસંદગી સમિતિ ભારતની ઓપિનિંગ જોડી નક્કી કરવા માટે હવે વધુ મહેનત નહી કરવી પડે. શિખર ધવન પ્રવાસના ત્રણેય ફોર્મેટ માટે ફિટ બતાવવામાં આવ્યો છે.
શિખર ધવને વર્લ્ડકપ 2019માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 જૂનના રોજ 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મુકાબલા દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠા પર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેના અંગૂઠા પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. ધવન ઇજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્મા સાથે લોકેશ રાહુલને વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કર્યું હતું. આઇસીસી વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારીને બહાર થઇ ગઇ હતી. ટીમ ઇન્ડિયાનો વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ ત્રણ ઓગસ્ટના રોજ શરૂ થશે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટી-20, ત્રણ વન-ડે મેચ અને બે ટેસ્ટ મેચ રમશે.Mumbai: Captain Virat Kohli & Chief Selector MSK Prasad arrive at Board of Control for Cricket in India (BCCI) Cricket Centre for a meeting over Team India selection for West Indies Tour. pic.twitter.com/5uZjNLgYk6
— ANI (@ANI) July 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement