મેચ બાદ ધવને કયા ખેલાડીને ખોળામાં ઉંચકી લીધો ને કહેવા લાગ્યો 'બેટે શેર હો તુમ', વીડિયો વાયરલ
દિલ્હીની ટીમ અહીં 189 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ પૃથ્વી શૉ અને શિખર ધવનની જોડીએ પહેલી વિકેટ માટે 138 રન બનાવીને ચેન્નાઇ માટે પરેશાન પેદા કરી દીધી હતી. શૉએ 38 બૉલમાં પોતાની ઇનિંગમાં તોફાની 72 રન બનાવ્યા, જેમાં તેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી બાજુ શિખર ધવને પણ 54 બૉલમાં વિસ્ફોટક 85 રન ઠોક્યા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) નવી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમ શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. દિલ્હીની ટીમે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ રમાયેલી મેચમાં સીએસકેને 7 વિકેટે સજ્જડ હાર આપી. ખાસ વાત છે કે મેચમાં સૌથી વધુ ધ્યાન પૃથ્વી શૉની બેટિંગે ખેંચ્યુ. દિલ્હીની જીતમાં ઓપનર પૃથ્વી શૉ (Prithvi Shaw) અને શિખર ધવન (Shikhar Dhawan)ની તોફાની ઇનિંગ ખુબ મહત્વની રહી.
દિલ્હીની ટીમ અહીં 189 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ પૃથ્વી શૉ અને શિખર ધવનની જોડીએ પહેલી વિકેટ માટે 138 રન બનાવીને ચેન્નાઇ માટે પરેશાન પેદા કરી દીધી હતી. શૉએ 38 બૉલમાં પોતાની ઇનિંગમાં તોફાની 72 રન બનાવ્યા, જેમાં તેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી બાજુ શિખર ધવને પણ 54 બૉલમાં વિસ્ફોટક 85 રન ઠોક્યા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
પૃથ્વી શૉ વિજય હજારે ટ્રૉફીથી જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને પોતાનુ આ ફોર્મ આઇપીએલમાં પણ જાળવી રાખ્યુ છે. શૉની આ લાજવાબ બેટિંગ બાદ શિખરે તેના જોરદાર વખાણ કર્યો, શિખર ધવન તેની આવી તોફાની બેટિંગ જોઇને ચોંકી ગયો હતો. તેને મેચ બાદ પૃથ્વી પર એક જોરદાર વીડિયો બનાવ્યો તે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શૉ બેટથી નૉકિંગ કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન ધવન તેની પાસે આવે છે, અને તેને ખોળામાં ઉંચકવાની કોશિશ કરે છે.
આ વીડિયોમાં ધવને બેકગ્રાઉન્ડમાં જે મ્યૂઝિક લગાવ્યુ છે, તે પણ શાનદાર છે. ધવન આ વીડિયોમાં મ્યૂઝિક વગાડી રહ્યો છે, જેમાં પાછળથી ડાયલૉગ સંથભળાઇ રહ્યો છે, બેટે… વાહ…. મૌજ કર દી… બેટે શેર હો તુમ તો…
ધવને આ વીડિયોના કેપ્શનમાં આ જ લખ્યું- ‘બેટે.. શેર હો તુમ.. મૌજ કર દી…’ આની સાથે તેને હંસવા વાળી ઇમૉજી પણ લગાવી છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.