નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝમાં ફૂલ ફોર્મમાં ચાલી રહ્યો છે. સતત ત્રણ સેન્ચૂરી ફટકાર્યા બાદ પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તર દંગ થઇ ગયો, અને વિરાટ સામે એક ખાસ ડિમાન્ડ કરી દીધી છે. જ્યારે જ્યારે કોહલી મેદાનમાં ઉતરે છે ત્યારે કંઇક નવો રેકોર્ડ બની જાય છે.
2/6
વનડેમાં કોહલીનું આ 38મું અને આંતરાષ્ટ્રીય કેરિયરમાં 62મી સદી છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી સચીન છે, તેના નામે 100 સદી નોંધાયેલી છે.
3/6
4/6
અખ્તરે વિરાટની પ્રસંશા કરતાં એક ટ્વીટ કર્યું તેને એક નવી ચેલેન્જ આપી દીધી. તેને પોતાની ટ્વીટમાં લખ્યું 'ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને પૂણે- સતત ત્રણ સદી ફટકારનારો કોહલી એક અસામાન્ય ખેલાડી છે, આમ કરનારો તે પહેલા ભારતીય બેટ્સમને છે. તે શાનદાર રન મશીન છે. હું વિરાટ માટે એક નવો ટાર્ગેટ સેટ કરી દઉ છું. તું આ જ રીતે રમતો રહે અને 120 સદીઓથી પણ આગળ નીકળે.
5/6
6/6
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની પ્રસંશા પીસીબીએ પણ કરી હતી, પીસીબીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ખાસ ટ્વીટ કર્યું હતું.