શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટરે કરી ટીમ ઇન્ડિયાના પ્રસંશા, બોલ્યો- આગામી ટી20 વર્લ્ડકપ ભારત જ જીતશે
બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝનો હવાલો આપતો પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરએ કહ્યું કે, આગામી વર્ષો રમાનારો ટી20 વર્લ્ડકપ ટીમ ઇન્ડિયા જીતશે
ઇસ્લામાબાદઃ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં આઇસીસી ટી20 વર્લ્ડકપ 2020 રમાવવાનો છે, દરેક ટીમોએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, ક્રિકેટર દિગ્ગજો અલગ અલગ ટીમોને પ્રબળ દાવેદાર ગણાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતના કટ્ટર હરિફ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે ભારતને પ્રબળ દાવેદાર માન્યુ છે.
બાંગ્લાદેશ સામેની ટી20 સીરીઝનો હવાલો આપતો પાકિસ્તાની પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરએ કહ્યું કે, આગામી વર્ષો રમાનારો ટી20 વર્લ્ડકપ ટીમ ઇન્ડિયા જીતશે.
શોએબ અખ્તરે પોતાની યુટ્યૂબ પર મુકેલા વીડિયોમાં આ વાત કહી હતી. કહ્યું કે ટીમ ઇન્ડિયાએ ટી20માં પોતાને સાબિત કરી દીધી છે. બાંગ્લાદેશ સામે પ્રથમ ટી20 હાર્યા બાદ જે રીતે બાકીની બન્ને ટી20 જીતીને જબરદસ્ત વાપસી કરી હતી. તે જોતા કહુ છું કે, ભારતમાં ટી20 વર્લ્ડકપ જીતવાની પુરેપુરી ક્ષમતા છે. ભારતે ત્રણ ટી20 મેચોની સીરીઝમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યુ હતુ.
શોએબ અખ્તરે રોહિત શર્મની પ્રસંશા કરી, કહ્યું રોહિત એક શાનદાર ખેલાડી છે, જ્યારે ઇચ્છે ત્યારે રન બનાવી શકે છે. ટીમ ઇન્ડિયાને અય્યર, શિવમ અને ચહર જેવા યુવા ખેલાડીઓ મળ્યા છે, જે જીતમાં મોટો ફાળો આપી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion