શોધખોળ કરો
Advertisement
કેબિનેટનો મોટો નિર્ણય, BPCL સહિત આ ચાર સરકારી કંપનીઓને વેચવાની આપી મંજૂરી
કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટનેં મંજૂરી આપી છે.
નવી દિલ્હીઃ કેબિનેટે બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિત પાંચ સરકારી કંપનીઓમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, કેબિનેટે BPCL, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) અને કોનકોરમાં ડિસઇન્વેસ્ટમેન્ટનેં મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, કેટલીક PSUsમાં હિસ્સાને 51% થી ઘટાવવાની પણ મંજૂરી અપાઇ છે.
નાણામંત્રીએ કહ્યુ કે, સરકાર બીપીસીએલમાં સ્ટ્રૈટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ કરશે પરંતુ બીપીસીએલના એક હિસ્સો આસામમાં નુમલીગઢા રિફાઇનરીને સરકાર વેચશે નહીં. તેમણે કહ્યું કે, નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડની 61.65 ટકા ભાગીદારી વેચવામાં આવશે નહીં. જેમાં સરકારની હિસ્સેદારી રહેશે. બીપીસીએલનું આખું મેનેજમેન્ટ કંન્ટ્રોલ ટ્રાન્સફર થશે. સીતારમણે કહ્યું કે, કેબિનેટે 7 CPSEs માં ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે SCIમાં 63.57 ટકા ભાગીદારી અને કોનકોરમાં 30.8 ટકા ભાગીદારી ઘટાડવાની મંજૂરી આપી છે. ખરીદદારને SCIનુ મેનેજમેન્ટ કંન્ટ્રોલ પણ ટ્રાન્સફર થશે.FM Nirmala Sitharaman:Cabinet has approved strategic disinvestment of Bharat Petroleum Corporation Limited, of Govt of India share holding of 53.29% along with transfer of certain management control.This is excluding BPCL's equity share holding of 61% stake in Numaligarh Refinery pic.twitter.com/R9WxfUuXhB
— ANI (@ANI) November 20, 2019
સરકારે ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે 1.2 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ માટે પ્રાઇસ સ્ટેબલાઇઝેશન ફંડનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ બાદ ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધી ડુંગળીની કિંમતોમાં તેજી આવી છે. હાલમાં અનેક સ્થળોએ જથ્થાબંધ બજારમાં ડુંગળી 60 રૂપિયો કિલો વેચાઇ રહી છે.FM Nirmala Sitharaman: Numaligarh Refinery will be with the government only. It shall not go in for disinvestment. BPCL minus Numaligarh Refinery will go for disinvestment. https://t.co/ZZS5se6KZt
— ANI (@ANI) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement