નવી દિલ્હીઃ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની મહાનતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંગુલીએ પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનની મદદ માટે હાથ લંબાવ્યો છે. માર્ટિન 28 ડિસેમ્બરે એક અકસ્માતનો ભોગ બન્યા હતા જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી. હાલમાં તે વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
2/3
નોંધનીય છે કે માર્ટિને સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ 1999માં પ્રથમ મેચ રમી હતી. માર્ટિન ભારત તરફથી 10 વન-ડે મેચ રમ્યા હતા. માર્ટિન પાંચ મેચ સૌરવ ગાંગુલી અને પાંચ મેચ સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ રમ્યા હતા.
3/3
"ધ ટેલિગ્રાફ" સાથે વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "માર્ટિન અને હું બંને સાથે ક્રિકટ રમ્યા છીએ. તે ખૂબ સરળ અને અંતર્મુખી વ્યક્તિ છે. હું તેમની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના કરું છું, સાથે જ તેમના પરિવારને કહેવા માંગીશ કે આ મુશ્કેલી ઘડીમાં તેઓ એકલા નથી, હું તેમના પડખે ઉભો છું."