શોધખોળ કરો
Advertisement
દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેડ વચ્ચેની પ્રથમ વનડે બીજીવાર સ્થગિત, જાણો કોનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ
ત્રણ મેચોની સીરિઝ શુક્રવારે કેપટાઉનમાં શરુ થવાની હતી પરંતુ યજમાન ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવતા મેચ રવિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
SA vs ENG: દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેડ વચ્ચે રમાનારી વનડે મેચ પર કોરોનાનો ખતરો યથાવત છે. પ્રથમ વનડે મેચ ફરી સ્થગિત કરવામાં આવી છે. આ વખતે ખેલાડી નહીં પરંતુ હોટલ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે પ્રથમ વનડે મેચ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા શનિવારે દક્ષિણ આફ્રિકાની ટીમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના બાદ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની શરુઆતનો માર્ગ સાફ થઈ ગયો હતો.
ત્રણ મેચોની સીરિઝ શુક્રવારે કેપટાઉનમાં શરુ થવાની હતી પરંતુ યજમાન ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ આવતા મેચ રવિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તેના બાદ ફરી હોટલ સ્ટાફ પોઝિટિવ આવતા મેચને સ્થિગિત કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ટીમના કેપટાઉનમાં બાયો બબલમાં જતા પહેલા એક ખેલાડી પોઝિટિવ આવ્યો હતો જ્યારે બીજી ટી-20 શ્રેણી પહેલા પોઝિટિવ આવ્યો હતો. ઈંગ્લેન્ડે ટી-20 સીરિઝ 3-0થી જીતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement