શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાને ભારતના આ રેકોર્ડની કરી બરાબરી, જાણો વિગત
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરાચીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાને બીજી ઈનિંગ 3 વિકેટના નુકસાન પર 555 રન બનાવી ડિકલેર કરી હતી. આ મેચમાં પાકિસ્તાનના પ્રથમ ચાર બેટ્સમેનોએ સદી ફટકારીને ભારતના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતે 2007માં બાંગ્લાદેશ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.
કરાચીઃ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે કરાચીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાને બીજી ઈનિંગ 3 વિકેટના નુકસાન પર 555 રન બનાવી ડિકલેર કરી હતી. આ મેચમાં પાકિસ્તાનના પ્રથમ ચાર બેટ્સમેનોએ સદી ફટકારીને ભારતના રેકોર્ડની બરાબરી કરી હતી. ભારતે 2007માં બાંગ્લાદેશ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.
પાકિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં ઓપન શેન મસૂદે 135 રન, આબીદ અલીએ 174 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન અઝહર અલીએ 118 રન બનાવ્યા હતા. જ્યારે બાબર આઝમ 100 રને નોટ આઉટ રહ્યો હતો. 2009માં શ્રીલંકાની બસ પર થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં એક દાયકા પછી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ રહી છે.
મે 2007માં ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતના પ્રથમ ચાર બેટ્સમેનોએ સદી ફટકારી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટના નુકસાન પર 610 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક અને વસીમ જાફર ઓપનિંગમાં આવ્યા હતા. કાર્તિકે 129 રન બનાવ્યા હતા, જ્યારે વસીમ જાફર 138 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. વન ડાઉન આવેલા ધ વોલ રાહુલ દ્રવિડે 129 રન બનાવ્યા હતા. જ્યારે માસ્ટર બ્લાસ્ટ સચિન તેંડુલકરે ચોથા ક્રમે આવીને અણનમ 122 રન બનાવ્યા હતા. ધોની 51 રને નોટ આઉટ રહ્યો હતો.Babar Azam joins the party! ????
He becomes the fourth Pakistan batsman to bring up a hundred in the same innings of the Karachi Test. This his fourth ???? in the format ????#PAKvSL pic.twitter.com/uz3xiNw3ll — ICC (@ICC) December 22, 2019
It's only the second time when the top four batsmen in a team have scored hundreds in a single innings of a Test 👀 🇧🇩 v 🇮🇳 in 2007: Dinesh Karthik Wasim Jaffer Rahul Dravid Sachin Tendulkar 🇵🇰 v 🇱🇰 in 2019: Shan Masood Abid Ali Azhar Ali Babar Azam pic.twitter.com/M3ezdUAyDK
— ICC (@ICC) December 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion