Success Story: 106 વર્ષની ‘ઊડનપરી’દાદીએ રચ્યો ઇતિહાસ: 18મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ
હરિયાણાના 106 વર્ષના રામબાઈને મળો! ગયા વર્ષે, તેમણે 85 વર્ષથી ઉપરની કેટેગરીમાં 100 મીટરની સ્પ્રિન્ટ માટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. હવે 26 જૂને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
Rambai Athlete: એક કહેવત છે કે જો તમારામાં કંઈક કરવાનો જુસ્સો હોય તો ઉંમરથી કોઈ ફરક પડતો નથી! હવે હરિયાણાના ચરખી દાદરીના 106 વર્ષના રામબાઈને મળો! વૃદ્ધ ઉડન પરી અમ્માજીએ 2 વર્ષ પહેલા એથ્લેટિક્સમાં પગ મૂક્યો હતો. ગયા વર્ષે, તેમણે 85 વર્ષથી ઉપરની કેટેગરીમાં 100 મીટરની સ્પ્રિન્ટ માટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. હવે 26 જૂને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
દેશની સૌથી વૃદ્ધ એથ્લેટ રામબાઈની સફળતાની ગાથા
રામબાઈએ 18મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ત્રણ સુવર્ણ ચંદ્રકો – એક 100 મીટર સ્પ્રિન્ટ, એક 200 મીટર સ્પ્રિન્ટ અને એક શોટ પુટ જીતીને ગૌરવ વધાયું છે. દહેરાદૂનમાં યુવરાણી સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 85 વર્ષથી ઉપરની કેટેગરીની ત્રણેય ઇવેન્ટમાં રામબાઈએ લગભગ 3થી 5 અન્ય સ્પર્ધકોને હરાવી ટોચનું સ્થાન મેળવ્યું છે.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ રામબાઈએ હરિયાણવીમાં ગર્વથી કહ્યું કે તે ખુશ છે. તે પછી તેમણે સ્ટેજ છોડી દીધું અને તેમની પૌત્રીને તેના પગની માલિશ કરવાનું કહ્યું.
106 વર્ષના દોડવીર રામબાઈ કોણ છે?
રામબાઈનો જન્મ હરિયાણાના ચરખી દાદરીના નાના ગામ કદમામાં થયો હતો. નવાઈની વાત એ છે કે તેમનું લગભગ આખું જીવન ઘરકામ અને ખેતીમાં વીત્યું હતું. એથ્લેટિક્સ સાથે તેઓનું જોડાણ 2016માં શરૂ થયું જ્યારે પંજાબની 100-વર્ષીય માન કૌરે વેનકુવરમાં અમેરિકન માસ્ટર ગેમ્સમાં 100 મીટરની સ્પ્રિન્ટમાં 1 મિનિટ અને 21 સેકન્ડમાં ગોલ્ડ જીતવા માટે વિશ્વની સૌથી ઝડપી શતાબ્દી બનીને હેડલાઇન્સ મેળવી. કૌરે પછીના વર્ષે ઓકલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સમાં પોતાનો 100 મીટરનો સમય સાત સેકન્ડ (1 મિનિટ અને 14 સેકન્ડ લેતાં) ઘટાડીને પોતાનો વર્લ્ડ રેકોર્ડ બહેતર બનાવ્યો.
100 વર્ષની દોડવીર મન કૌર બની 106 વર્ષની રામબાઈની પ્રેરણા
રામબાઈને તેમની 41 વર્ષની પૌત્રી શર્મિલા સાગવાન દ્વારા માન કૌરની વાર્તા કહેવામાં આવી હતી. શર્મિલાએ કહ્યું હતું કે જો 100 વર્ષથી વધુ ઉંમરની મહિલા કરી શકે છે તો તેઓ કેમ નહીં? પછી શું હતું, થોડી પ્રોફેશનલ પ્રેક્ટિસથી રામબાઈ પણ મેદાનમાં મહેનત કરીને દોડવીર બની ગયા. તે મોટાભાગે દૂધ, ઘરે બનાવેલી ડેરી પ્રોડક્ટ્સ અને ખેતરના તાજા શાકભાજીનો ખોરાક લે છે. રામબાઈએ 100 મીટરની રેસ માત્ર 45.50 સેકન્ડમાં પૂરી કરીને માન કૌરનો રેકોર્ડ તોડ્યો હતો. આ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ગયા વર્ષે જૂનમાં ગુજરાતના વડોદરામાં યોજાઈ હતી.