શોધખોળ કરો
ટૉસ હાર્યા બાદ આ વાતને લઇને કોહલી પર અકળાયો ગાવસ્કર, કહ્યું- તારી આવી વાતો મને પસંદ નથી

1/5

ગાવસ્કરે કહ્યું કે, કોહલીની આ વાત મને પસંદ ના આવી, જો તમે ચાર ફાસટ બૉલર લઇને મેચમાં ઉતર્યા હોય અને કહી રહ્યાં હોય કે તમે બેટિંગ પસંદ કરશો, તો આ કેવી વાત છે. મને આ વાત યોગ્ય નથી લાગતી.
2/5

ભારતીય ટીમઃ કેએલ રાહુલ, મુરલી વિજય, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, હનુમા વિહારી, રીષભ પંત (વિકેટકીપર), ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ.
3/5

પર્થ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, ઇજાગ્રસ્ત રવિચન્દ્રન અશ્વિનની જગ્યાએ ઉમેશ યાદવ અને રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ પહેલી એડિલેડ ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા ટીમને 31 રનથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે.
4/5

ઉલ્લેખનીય છે કે, પર્થ ટેસ્ટમાં ટૉસ હાર્ય બાદ જ્યારે પૂર્વ ક્રિકેટર ગાવસ્કરે કોહલીને પુછ્યુ કે જો તુ ટૉસ જીતી ગયો હોય તો શું પસંદ કરતો. જવાબમાં કોહલીએ કહ્યું કે, હું પણ ઓસ્ટ્રેલિયાની જેમ બેટિંગ જ પસંદ કરતો. બસ આ જવાબને લઇને ગાવસ્કર અકળાયો હતો.
5/5

નવી દિલ્હીઃ પર્થ ટેસ્ટમાં ટૉસ હારીને ફિલ્ડીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પર પૂર્વ ક્રિકેટર ગાવસ્કર ગુસ્સે થઇ ગયાની ઘટના બની છે. ગાવસ્કરનો આ ગુસ્સે કોહલીના એક નિવેદનને લઇને હતો.
Published at : 14 Dec 2018 09:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
