શોધખોળ કરો
Advertisement
Coronavirus: સનરાઇઝર્સ હૈદરાબાદે કોરોના સામેની લડાઈમાં આટલા કરોડ રૂપિયા કર્યા દાન, જાણો
કોરોના વાયરસ સામેની મહામારી સામે જંગ લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલ્બસ સહિત ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ પણ આર્થિક મદદ કરી રહ્યા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં હાલ કોરોના વાયરસના કારણે મહામારી સર્જાઈ છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસ સામેની મહામારી સામે જંગ લડવા માટે સામાન્ય માણસથી લઈને સેલ્બસ સહિત ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ પણ આર્થિક મદદ કરી રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદએ COVID-19 સામેની લડતમાં સહાય માટે 10 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદએ ગુરુવારે જાહેરાત કરી કે ફ્રેન્ચાઇઝી દેશમાં COVID-19 ના જીવલેણ પ્રકોપ સામેની લડતમાં મદદ કરવા માટે 10 કરોડ રૂપિયા દાન આપી રહી છે.
તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લઈ સનરાઇઝર્સે લખ્યું, "સન ટીવી ગ્રુપ (સનરાઇઝર્સ હૈદરાબાદ) કોરોના કોવિડ -19 રાહત પગલાં માટે રૂ 10 કરોડનું દાન આપી રહ્યું છે.
ગત સપ્તાહે સચિન તેંડુલકરે પણ COVID-19 સામેની લડતમાં જોડાવા માટે PM CARES Fund અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. બીસીસીઆઈએ પણ કોરોના વાયરસ સામેની લડતમાં પીએમ-કેયર્સ ફંડમાં 51 કરોડ રૂપિયા આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement