શોધખોળ કરો
Advertisement
સુરૈશ રૈનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ કારણે મેં અને ધોનીએ સાથે નિવૃત્તિની કરી જાહેરાત, જાણો વિગત
સુરેશ રૈનાએ કહ્યું, મને ખબર હતી કે મારો લાંબા સમયથી મિત્ર, ટીમ સાથી ચેન્નઈમાં ઉતરતાની સાથે જ નિવૃત્તિ જાહેર કરવાનો છે.
ચેન્નઈઃ ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની તથા સુરેશ રૈનાએ શનિવારે એટલે કે 15મી ઓગસ્ટના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. બંન્નેના આ અચાનક સંન્યાસની જાહેરાતને લઈ ક્રિકેટ ફેન્સ ચોંકી ગયા હતા. ધોનીએ શનિવાર, તા. 15 ઓગસ્ટના રોજ સાંજે સાત વાગેને 29 મિનિટે નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારબાદ ગણતરીની મિનીટોમાં જ સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ.
મને ખબર હતી કે ધોની....
જેને લઈ સુરેશ રૈનાએ કહ્યું, મને ખબર હતી કે મારો લાંબા સમયથી મિત્ર, ટીમ સાથી ચેન્નઈમાં ઉતરતાની સાથે જ નિવૃત્તિ જાહેર કરવાનો છે. હું, પીયૂષ ચાવલા, દીપક ચહર અને કર્ણ શર્મા 14 ઓગસ્ટે ચાર્ટર્ડ પ્લેન લઈને રાંચી પહોંચ્યા હતા અને માહી ભાઈ તથા મોનુ સિંહને પિક અપ કર્યા હતા.
નિવૃત્તિનો નિર્ણય પૂર્વ આયોજિત હતો
નિવૃત્તિની જાહેરાત બાદ અમે એકબીજાને ભેટ્યા અને ખૂબ રડ્યા હતા. હું, પીયૂષ ચાવલા, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, કર્ણ ભેગા થયા હતા અને અમારી કરિયર તથા રિલેશનશિપ અંગે વાત કરી હતી. રૈનાએ જણાવ્યું કે, નિવૃત્તિનો નિર્ણય પૂર્વ આયોજિત હતો.
આ કારણે 15 ઓગસ્ટ કરી પસંદ
અમે અમારા મગજમાં 15 ઓગસ્ટે નિવૃત્તિની જાહેરાત કરવાનું નક્કી કર્યુ હતું. ધોનીની ધોનીની જર્સી નંબર 7 છે, અને મારી જર્સી નંબર 3 છે. જો આ બન્ને આંકડા જોડાઇ જાય તો આ 73 થઇ જાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવા પાછળનુ કારણ સ્વતંત્રતાના 73માં વર્ષ સાથે જોડાયેલુ છે તેમ રૈનાએ કહ્યું હતું.
સાથે આઈપીએલમાં રમતા જોવા મળીશું
ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ચિત્તાગોંગમાં ડેબ્યૂ કર્યુ હતું અને મેં 30 જુલાઈ, 2005માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યુ હતું. અમે બંને લગભગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાથે આવ્યા હતા, આઈપીએલ ફ્રેન્ચાઈઝી સીએસકેમાં પણ સાથે છીએ અને હવે નિવૃત્તિ પણ સાથે જાહેર કરી છે. અમે બંને આઈપીએલમાં સાથે રમતા જોવા મળીશું.
દેશના આ મોટા રાજ્યએ 6 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ
Coronavirus: દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે લોકો સાજા થયા, જાણો કેટલો થયો રિકવરી રેટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ટેકનોલોજી
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion