sweety boora Wins Gold: સ્વિટી બૂરાએ ચીનની બોક્સરને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસ બાદ હવે સ્વિટી બૂરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્વેટી બૂરાએ 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
Womens World Boxing Championship, Saweety Boora: મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં નીતુ ઘંઘાસ બાદ હવે સ્વિટી બૂરાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્વિટી બૂરાએ 81 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે ફાઈનલ મેચમાં ચીનની લીના વાંગને હરાવી હતી. આ રીતે, ભારત માટે આ દિવસનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીતુ ઘંઘાસે મોંગોલિયન બોક્સરને હરાવીને ભારતનો દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે સ્વિટી બૂરાએ ચીનની ખેલાડીને હરાવીને ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ પહેલા નીતુ ખાંઘાસે 48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.
નીતુ ઘાંઘસે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં દેશને અપાવ્યો પહેલો ગોલ્ડ
ભારતની દીકરીએ આજે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કમાલ કરી બતાવી છે. તેણે મંગોલિયાના લુત્સાઈખાનને રોમાંચક મેચમાં હરાવીને દેશને ગોલ્ડ અપાવ્યો છે. નીતુની આ જીત પર આખું ભારત ગર્વ અનુંભવી રહ્યું છે. હાલ હરિયાણાની 22 વર્ષની નીતુ ઘાંઘસે સોશિયલ મીડિયા પર ચારેકોર છવાઈ ગઈ છે. આખો દેશ પોતાની આ દીકરી પર ગર્વ અનુભવી રહ્યો છે.
બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પણ નીતુએ ફાઇનલમાં ઇંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે ફરી એકવાર દેશનું ગૌરવ બની ગયેલી નીતુએ ઘણી મહેનત અને સંઘર્ષ કરીને અહીં સુધીનો પ્રવાસ કર્યો છે.
નીતુના પરિવારજનોએ તેને પૂરો સાથ આપ્યો
19 ઓક્ટોબર, 2000ના રોજ હરિયાણાના ભિવાનીના ધનાના ગામમાં જન્મેલી નીતુને બાળપણમાં લોકોના ટોણા પણ સહન કરવા પડ્યા હતા. કારણ કે તેને એવી રમત પસંદ હતી જે સામાન્ય રીતે મહિલાઓ નથી રમતી. છોકરાઓની રમત રમવાના કારણે તે અને તેના પરિવારની ઘણી વખત મજાકનું કારણ બની હતી પરંતુ નીતુના પરિવારના સભ્યોએ તેને પૂરો સાથ આપ્યો હતો.
નીતુના પિતા વિધાનસભાના કર્મચારી
જાણીતું છે કે નીતુ ભારતીય બોક્સર વિજેન્દર સિંહને પોતાનો આદર્શ માને છે અને તે બાળપણથી જ તેને રમતા જોતી આવી છે. નોંધનીય બાબત એ છે કે ભારતીય સ્ટાર વિજેન્દર સિંહ પણ ભિવાનીનો છે. નીતુના પિતા જય ભગવાન હરિયાણા વિધાનસભાના કર્મચારી છે જેમણે તેમની પુત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે તેમની નોકરીને બાજુ પર મૂકી દીધી હતી.
આખા દેશની છાતી ગદગદ
નીતુની ટ્રેનિંગ અને બોક્સિંગને કારણે તેના પિતાએ ઘણી વખત રજા લેવી પડી હતી. જેના કારણે વિભાગના લોકો તેમનાથી નારાજ હતા. તેમનો પગાર કાપવામાં આવ્યો. એક વખત તેમના પર વિભાગીય તપાસ પણ કરવામાં આવી પરંતુ જ્યારે નીતુએ CWGમાં ગોલ્ડ જીત્યો ત્યારે સૌકોઈએ જય ભગવાનને અભિનંદન આપ્યા હતાં. જેના પર જયએ કહ્યું હતું કે, આજે મારી દીકરીવે મારી જ નહીં પણ આખા દેશની છાતી ગદગદ કરી દીધી છે.