(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂઝીલેન્ડ સામે હાર છતાં ટીમ ઇન્ડિયા પહોંચી શકે છે સેમિફાઇનલમાં, કરવુ પડશે આ કામ
ચાહકોને હજુ પણ કોઇ ચમત્કાર થવાની આશા દેખાઇ રહી છે. સતત બે હાર બાદ ટીમ ઇન્ડિયાને અન્ય ટીમોની જીત અને પોતાની આગળી જીત પર વધુ નિર્ભર રહેવુ પડશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની ગઇકાલે ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ લગભગ ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જવાની સંભાવના પુરેપુરી વધી ગઇ છે, પરંતુ ચાહકોને હજુ પણ કોઇ ચમત્કાર થવાની આશા દેખાઇ રહી છે. સતત બે હાર બાદ ટીમ ઇન્ડિયાને અન્ય ટીમોની જીત અને પોતાની આગળી જીત પર વધુ નિર્ભર રહેવુ પડશે. એક તારણ પ્રમાણે કહી શકાય કે ટીમ ઇન્ડિયા હજુ પણ ટી20 વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચી શકે છે, જાણો કઇ રીતે.......
જાણો કઇ રીતે ભારતીય ટીમ સેમિફાઇનલ રમી શકે.....
ટીમ ઈન્ડિયાએ હવે બાકીની 3 મેચ અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે રમવાની છે, અને જો સેમિફાઇનલ રમવી હોય તો ભારતીય ટીમે આ ત્રણેય મેચો જીતવી જરૂર છે, અને એ તે પણ સારા રનરેટથી. કેમ કે અફઘાનિસ્તાનનો રન રેટ 3.097 છે. આવી સ્થિતિમાં ટીમને ઓછામાં ઓછી 2 મેચમાં મોટી જીત મેળવવી પડશે. આ સિવાય એ પણ પ્રાર્થના કરવી પડશે કે ન્યૂઝીલેન્ડની ટીમ તેની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી એક મેચ હારે.
અફઘાનિસ્તાન પર રાખવો પડશે વધુ મદાર----
હાલમાં અફઘાનિસ્તાનની ટીમ જ એવી છે જે ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. કેમ કે અફઘાનિસ્તાનની ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. ટીમે નામીબિયા અને સ્કોટલેન્ડને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો છે. તેનો રન રેટ ન્યુઝીલેન્ડ કરતા ઘણો સારો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ તેને મોટા અંતરથી હરાવવું પડશે. સાથે જ ટીમને એવી પણ આશા રહેશે કે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવશે.
ટીમ ઈન્ડિયાને છેલ્લી મેચ રમવાની છે
સુપર-12ની ફાઇનલ મેચ 8 નવેમ્બરે ભારત અને નામિબિયા વચ્ચે રમાશે. એટલે કે ફાઈનલ મેચમાં ટીમને જરૂરી રન રેટ સુધારવાની તક મળશે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ મેચ હારે છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ 3 માંથી 3 મેચ જીતીને લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 2007થી ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. પાકિસ્તાનની ટીમ 2009માં ચેમ્પિયન બની હતી. ન્યુઝીલેન્ડ પ્રથમ T20 વર્લ્ડ કપના ખિતાબની રાહ જોઈ રહ્યું છે. 2019 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમને ઇંગ્લેન્ડે હરાવ્યું હતું. આ ટીમ ભૂતકાળમાં પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતી ચૂકી છે. ટીમે ફાઇનલમાં ભારતને જ હરાવ્યું હતું.
કારમી હારથી ટીમ ઇન્ડિયાની આશા તુટી-
ટીમ ઇન્ડિયાને ટી20 વર્લ્ડ કપમાં રવિવારે સતત બીજી હાર મળી. ટુર્નામેન્ટના એક મુકાબલામાં ન્યુઝીલેન્ડે ભારતને 8 વિકેટથી હરાવ્યું. મેચમાં ભારતીય ટીમે પહેલા દાવમાં 110 રન બનાવ્યા. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે લક્ષ્યને 14.3 ઓવરમાં 2 વિકેટ પર હાસિલ કરી લીધો. આ ન્યુઝીલેન્ડની પહેલી જીત છે. પહેલી મેચમાં પાકિસ્તાન સામે હાર મળી હતી.