ટી20 વર્લ્ડકપમાં મળેલી ખરાબ હારથી દુઃખી કયા સ્ટાર ઓલરાઉન્ડરે ક્રિકેટમાંથી અચાનક લઇ લીધો સન્યાસ, ધોનીનો છે ખાસ, જાણો
ડવેન બ્રાવોએ શ્રીલંકા સામે પોતાની ટીમની હાર બાદ ફેસબુક લાઇવ શૉમાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને કૉમેન્ટેટર એલેક્સ જૉર્ડનની સાથે વાતચીતમાં પોતાની સન્યાસની વાત કરી છે.
Dwayne Bravo Retirement: હાલમાં દુબઇમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી 20 વર્લ્ડકપ 2021 ચાલી રહ્યો છે, ટી20 વર્લ્ડકપમાં એક મોટી ઘટના સામે આવી છે. ક્રિકેટ મેચમાં હાર મળવાથી દુઃખી થયેલી ક્રિકેટરે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ગઇકાલે અબુધાબીના શેખ જાયેદ સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે શાનદાર મેચ રમાઇ. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝને હારનો સામનો કરવો પડ્યો. આ હારથી સૌથી વધુ દુઃખ સ્ટાર ઓલરાઉન્ડર ડવેન બ્રાવો થયું. હાર બાદ ડવેન બ્રાવોએ પોતે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી. ખાસ વાત છે કે આ હાર બાદ વેસ્ટ ઇન્ડિઝનો ટી20 વર્લ્ડકપ 2021નો સફર પણ પુરો થઇ ગયો છે. આ તેમની છેલ્લી લીગ મેચ હતી, જેમાં શ્રીલકા સામે હાર મળી હતી.
ડવેન બ્રાવોએ શ્રીલંકા સામે પોતાની ટીમની હાર બાદ ફેસબુક લાઇવ શૉમાં પૂર્વ કેપ્ટન ડેરેન સેમી અને કૉમેન્ટેટર એલેક્સ જૉર્ડનની સાથે વાતચીતમાં પોતાની સન્યાસની વાત કરી છે. તેનુ કહેવુ છે કે, મને લાગી ગયો છે કે સમય આવી ગયો છે.
ડવેન બ્રાવોએ કહ્યું મારી કેરિયર બહુ જ સારી રહી. 18 વર્ષ વેસ્ટ ઇન્ડિઝનુ પ્રતિનિધિત્વ કરવા દરમિયાન કેટલાય ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ જ્યારે મે પાછળ વળીને જોયુ તો આટલો સમય કેરેબિયન ટીમનુ પ્રતિનિધિત્વ કરવા માટે હું ટીમનો ખુબ આભારી છું.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના પહેલા રમ્યા બાદ 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 189 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મળેલા 190 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી. આના જવાબામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ નિર્ધારિત ઓવરોમાં 169 રન જ બનાવી શકી, અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે, ડવેન બ્રાવો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ખાસ માણસ ગણાય છે, આઇપીએલમાં ડવેન બ્રાવો ધોનીની ટીમ સીએસકે તરફથી રમે છે, અને ધોનીને તેના પર વિશ્વાસ પણ છે.