શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે શેર કરી શર્ટલેસ તસવીર, થયો ટ્રોલ
વિજય શંકરે શર્ટલેસ તસવીર પોસ્ટ કરીને લખ્યું- પરસેવો, સમય અને સમર્પણનું ફળ જરૂર મળે છે. તેની આ તસવીર ફેન્સને પસંદ ન આવી તેના વિરુદ્ધમાં અનેક કમેન્ટ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐય્યરે કમેન્ટ કરીને પ્રશંસા કરી. જ્યારે ભુવનેશ્વર કુમારે લાઇક કરી હતી.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમમાં અંબાતી રાયડૂના સ્થાને પસંદ થનારો ઓલરાઉન્ડર વિજય શંકર હાલ ચર્ચામાં છે. 2019ના વર્લ્ડકપમાં જ્યારે તેની પસંદગી થઈ ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મળ્યું હોવાથી ભારતીય પસંદગીકર્તાઓને તેની પાસેથી સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ ઈજાગ્રસ્ત થઈને અધવચ્ચેથી સ્વદેશ પરત ફરી ગયો. વર્લ્ડકપમાં પણ તે ખાસ કમાલ કરી શક્યો નથી. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીર પોસ્ટ કરી છે, જેને લઈ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
શર્ટલેસ તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું- પરસેવો, સમય અને સમર્પણનું ફળ જરૂર મળે છે. તેની આ તસવીર ફેન્સને પસંદ ન આવી તેના વિરુદ્ધમાં અનેક કમેન્ટ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐય્યરે કમેન્ટ કરીને પ્રશંસા કરી. જ્યારે ભુવનેશ્વર કુમારે લાઇક કરી હતી.
વર્લ્ડકપમાં વિજય તેના પ્રથમ બોલ પર જ પાકિસ્તાના બેટ્સમેન ઉમામ ઇલ હકને આઉટ કર્યો હતો. વર્લ્ડકપમાં પ્રથમ બોલ પર વિકેટ લેનારો તે ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. ઈજામાંથી મુક્ત થયા બાગ તમિલનાડુનો આ સુપરસ્ટાર ઓલરાઉન્ડર વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તે સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાત મેચમાં તેણે 28 વર્ષીય વિજયે 81.75ની સરેરાશથી 327 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 91 રન છે.
વિજય શંકરે ભારત તરફથી અત્યાર સુધીમાં 12 વન ડે અને 9 ટી20 મેચ રમી છે. વન ડે કરિયારમાં તેણે 31.85ની સરેરાશી 223 રન બનાવવા સહિત 4 વિકેટ ઝડપી છે. જ્યારે ટી20માં 25.25ની સરેરાશથી 101 રન બનાવ્યા છે અને 5 વિકેટ લીધી છે.
નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને..... અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારેView this post on InstagramThe sweat, the time, the devotion. It pays off! #TransformationTuesday
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion