શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરના ઘરે આવ્યા Good News, પત્નીએ આપ્યો પુત્રને જન્મ
આઈપીએલમાં તેણે 193 મેચમાં 189 ઈનિંગમાં એક સદી અને 38 અડધી સદી ફટકારી છે.
નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાના ઘરે ખુશખબર આવ્યા છે. તે બીજી વખત બાપ બની ગયો છે. તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે આ જાણકારી આપી છે.
સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ બીજા સંતાનને જન્મ આપ્યો છે. રૈનાએ પત્ની અને નવજાતની તસવીર શેર કરીને આ ખુશખબર શેર કરી હતી. જેના પર ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શિખર ધવન સહિત ઘણા લોકોએ શુભકામના પાઠવી છે.
આઈપીએલમાં રૈના ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે અને ધોનીનો ખાસ માનવામાં આવે છે. તે ગુજરાત લાયન્સનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. રૈના છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાથી બહાર છે. જુલાઈ 2018માં તેણમે ઈંગ્લેન્ડ સામે વન ડે અને ટી20 સીરિઝમાં રમ્યો હતો.
33 વર્ષીય રૈનીએ ટીમ ઈન્ડિયા તરફથી 18 ટેસ્ટમાં 1 સદી અને સાત અડધી સદીની મદદતી 768 રન બનાવ્યા છે. જ્યારે 226 વન ડેમાં 5 સદી અને 36 અડધી સદી વડે 5615 રન નોંધાવ્યા છે. જ્યારે 78 ટી20માં 134.9ના સ્ટ્રાઇક રેટથી 1605 રન ફટકાર્યા છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન, વન ડેમાં 116 રન નોટઆઉટ અને ટી20માં 101 રન છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો તે ભારતનો પ્રથમ ક્રિકેટર છે.
આઈપીએલમાં તેણે 193 મેચમાં 189 ઈનિંગમાં એક સદી અને 38 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં વિવિધ ફ્રેન્ચાઇઝી તરફથી રમતા તેણે 137.1ના સ્ટ્રાઇક રેટથી 5368 રન બનાવ્યા છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર 100 રન નોટઆઉટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion