શોધખોળ કરો
Advertisement
એક્સટેન્શન ન મળતાં ભડક્યા બેટિંગ કોચ સંજય બાંગર, સિલેક્ટર્સના રૂમમાં ઘુસીને......
સિલેક્શન કમિટી ઈન્ટરવ્યૂ કરી રહી હતી ત્યારે સંજયે મોડી રાત્રે દેવાંગના રૂમનો દરવાનો ખખડાવ્યો અને સિલેક્શન કમિટીને બહુ ખરું-ખોટું સંભળાવ્યું.
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ કેરેબિયન મિશન પર વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટી20, વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં સૂપડા સાફ કર્યા. જેમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ અને બેટિંગ બન્ને શાનદાર રહી. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગર વિવાદોમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, બે અઠવાડિયાં પહેલાં નેશનલ સિલેક્ટર દેવાંગ ગાંધીના રૂમમાં ઘુસીન પોતાને નેશનલ ટીમના બેટિંગ કોચ પરથી હટાવવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સિલેક્શન કમિટી ઈન્ટરવ્યૂ કરી રહી હતી ત્યારે સંજયે મોડી રાત્રે દેવાંગના રૂમનો દરવાનો ખખડાવ્યો અને સિલેક્શન કમિટીને બહુ ખરું-ખોટું સંભળાવ્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંજયે સિલેક્ટર્સને ધમકી આપી છે કે, ટીમ તેની પાછળ ઊભી થઈ જશે તેમનો બાંગરને હટાવવાનો નિર્ણય ઊંધો પડશે. બાંગરે ગાંધીને કથિત રીતે એમ પણ કહ્યું કે, સિલેક્ટર્સ તેમને ઈન્ડિયાનો બેટિંગ કોચ ન બનાવે તો તેને નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલી દે.
એવું પણ જાણવા મળ્યું છે કે, બીસીસીઆઈ સંજયના આવા વર્તનથી ખુશ નથી. તેમણે સંજયના આવા વર્તન અંગે CoA પ્રમુખ વિનોદ રાયને પણ જણાવી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement