શોધખોળ કરો
Advertisement
India vs South Africa: સાઉથ આફ્રિકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ કોહલીએ ધોની અને ગાંગુલીને લઈ શું કહ્યું ? જાણો વિગત
કોહલીએ કહ્યું, મેં સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ બદલવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
રાંચીઃ વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં મજાકના અંદાજમાં જોવા મળ્યો હતો. રાંચીમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી 3-0થી જીત્યા બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કોહલીને ગાંગુલી અને ધોની અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે હસતાં હસતા જવાબ આપ્યો હતો.
કોહલીએ કહ્યું, મેં સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ બદલવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તે અધ્યક્ષ બન્યા સારી વાત છે પરંતુ મેં આ અંગે હજુ સુધી કોઈ વાત કરી નથી. જ્યારે તેમને મારી સાથે વાત કરવાની હશે ત્યારે જરૂર કરશે.
જીત બાદ કોહલીને એક રિપોર્ટરે પૂર્વ કેપ્ટન ધોનીની મુલાકાત પર સવાલ પૂછ્યો કે, ચાર દિવસમાં મેચ સમાપ્ત થઈ ગઈ છે તો શું તમે ધોની સાથે મુલાકાત કરશો ? વિરાટે તેના પર કહ્યું, ધોની ચેન્જ રૂમમાં છે. તમે પણ હેલો કરી દો. રાંચી ધોનીનું હોમ ટાઉન છે અને તે મેચના ચોથા દિવસે ડ્રેસિંગ રૂમમાં નજરે પડ્યો હતો.
ધોનીએ પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા શાહબાજ નદીમ અને કોચ રવિ શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી. ભારતીય ટીમ હવે 3 નવેમ્બરથી બાંગ્લાદેશ સામે 3 ટી20 અને બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે.Reporter: When in Ranchi, a visit to the local boy's crib beckons? 🤔🤔 Virat: Be our guest 😉😁 #TeamIndia #INDvSA pic.twitter.com/HLdDYX3Pxn
— BCCI (@BCCI) October 22, 2019
Great to see a true Indian legend in his den after a fantastic series win #Dhoni #TeamIndia #INDvsSA pic.twitter.com/P1XKR0iobZ
— Ravi Shastri (@RaviShastriOfc) October 22, 2019
ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહીLook who's here 😍 pic.twitter.com/whS24IK4Ir
— BCCI (@BCCI) October 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement