શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ જિમમાં કર્યો જોરદાર સ્ટંટ, વીડિયો જોઈને ચોંકી જશો
આ વીડિયોમાં વિરાટ કોહલી જિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. તેમજ કોહલી વર્કઆઉટ સાથે સ્ટંટ પણ કરતો જોવા મળ્યો હતો.
મુંબઈ: ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. પ્રથમ બે મેચમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા પાંચ મેચની સીરિઝમાં 2-0થી આગળ છે. કેપ્ટન વિરાટ કોહલીએ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિરાટ કોહલી જિમમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. તેમજ કોહલી વર્કઆઉટ સાથે સ્ટંટ પણ કરતો જોવા મળ્યો હતો.
આ પોસ્ટના કેપ્શનમાં વિરાટ કોહલીએ લખ્યું હતું કે, કામ કરવું એક વિકલ્પ નહીં પરંતુ વધું સારું કરવાની જરૂરિયાત હોવી જોઈએ. આ વીડિયોમાં કોહલી એક બોક્સ ઉપર કૂદી રહ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆતથી વિરાટ કોહલી ભારતીય બેટિંગનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો છે. 2008માં ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમતી વખતે કોહલી એક ગોળમટોળ ચહેરો ધરાવતો યુવાન ખેલાડી હતો પરંતુ હવે તે વિશ્વના સૌથી ફિટ ખેલાડીઓમાંનો એક છે અને દરેકને ફિટ રહેવા માટે પ્રેરણા આપે છે. વિરાટ કોહલી ટીમની અંદર પણ ફિટનેસ કલ્ચર લાવ્યો છે અને અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. કોહલીએ થોડા વર્ષો પહેલા શાકાહારી બનવાનું નક્કી કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement