(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલીનો ધડાકો, કહ્યું- આ ટુર્નામેન્ટ બાદ નક્કી કરીશ કે કયા ફોર્મેટમાં રમીશ, જાણો વિગત
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન લોકડાઉન પહેલા ઘણા મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસને બાદ કરતાં તેણે શાનદાર દેખાવ કર્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન લોકડાઉન પહેલા ઘણા મહિનાથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના પ્રવાસને બાદ કરતાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. કોહલીએ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન કહ્યું કે, આટલા વર્ષોથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવું સરળ નથી. સતત ક્રિકેટ રમ્યા બાદ હું બ્રેક પણ લઉ છું. તેણે કહ્યું કે, 2-3 સીઝનથી ઘણું ક્રિકેટ રમી રહ્યો છું. આ સ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટને મિસ કરવા નથી માંગતો
વિરાટે આગળ કહ્યું કે, એવી ઘણી ટી-20 મેચ હોય છે જેને રમવાનો કોઈ મતલબ જ નથી હોતો. હું છેલ્લા 9 વર્ષથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યો છું અને 6 વર્ષથી આરસીબીની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છું. જે સરળ વાત નથી.
પોતાના ભવિષ્યને લઈ વિરાટ કોહલે કહ્યું, મારી પાસે હજુ 2-3 વર્ષ છે અને તેમાં વર્લ્ડકપ રમાવાનો છે. આ સ્થિતિમાં હું મારું 100 ટકા યોગદાન તેમાં આપવા માંગુ છું. જે બાદ હું વિચારીશ કે ક્યાં ઉભો છું અને મારે કયા ફોર્મેટમાં રમવાનું છે.
કેવિન પીટરસન તેના શોમાં સ્ટાર ક્રિકેટર્સને સામેલ કરી રહ્યો છે.