(Source: ECI/ABP News/ABP Majha)
India vs China Hockey Final: ભારત ફરી બન્યુ એશિયન મહિલા હૉકી ચેમ્પિયન, ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું
India vs China Final 2024: ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતી મહિલા ટીમે ચીનને 1-0થી માત આપી છે
India vs China Womens Asian Champions Trophy Final 2024: મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં બિહારના રાજગીરમાં ભારત અને ચીન વચ્ચે મેચ રમાઇ હતી, ફરી એકવાર ભારતીય મહિલા ટીમ બાજી મારી અને ચેમ્પિયન બની ગઇ છે. ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહીને ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતી મહિલા ટીમે ચીનને 1-0થી માત આપી છે. આની સાથે જ હીરેન્દ્ર સિંહના શાસનકાળમાં પોતાનો પહેલા ખિતાબ જીત્યો છે.
દીપિકાએ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતની મિનિટોમાં ગૉલ કર્યો, જેના આધારે બિહારના રાજગીર હૉકી સ્ટેડિયમમાં આયોજિત મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી હૉકીની ફાઇનલમાં ભારતે ચીનને 1-0થી હરાવ્યું, અને ત્રીજી વખત ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો. દીપિકાએ પેનલ્ટી કૉર્નરમાંથી શાનદાર રિવર્સ હિટ દ્વારા ટૂર્નામેન્ટનો પોતાનો 11મો ગૉલ કર્યો. અગાઉ પ્રથમ બે ક્વાર્ટરમાં કોઈ ગૉલ થયો ન હતો, પરંતુ ભારતે ત્રીજા ક્વાર્ટરમાં એક વખત ગૉલ કરીને લીડ મેળવી હતી અને તેને અંત સુધી જાળવી રાખી હતી. ચીને મેચમાં ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું હતું અને પેનલ્ટી કૉર્નર જીત્યા હતા, પરંતુ તે ગૉલ કરવામાં સફળ રહ્યું ના હતું. ચીને 48 ટકા સમય માટે કબજો જાળવી રાખ્યો અને 8 વર્તુળમાં પ્રવેશ કર્યો. જ્યારે ભારતે 14 સર્કલ પેનિટ્રેશન કર્યા હતા.
🎵𝑾𝒆 𝒂𝒓𝒆 𝒕𝒉𝒆 𝑪𝒉𝒂𝒎𝒑𝒊𝒐𝒏𝒔🎵
— SAI Media (@Media_SAI) November 20, 2024
Our girls have done it. #TeamIndia becomes winners of the Bihar Asian Women's #Hockey ChampionsTrophy rophy in Rajgir after beating China 1-0 in a closely fought match.
We have successfully defended the title after winning it in 2023.… pic.twitter.com/ZJR2OPgIaJ
ભારત અને ચીનના હેડ ટૂ હેડ રેકોર્ડ
ભારત અને ચીનની હૉકી મહિલા ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 47 મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે માત્ર 13 મેચ જીતી છે જ્યારે ચીન 28 મેચ જીત્યું છે. બંને વચ્ચે કુલ 6 મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ હતી. બંને વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 59 ગૉલ કર્યા હતા જ્યારે ચીન દ્વારા કુલ 80 ગૉલ થયા હતા.
India retain their Title!! 🇮🇳🇮🇳🥳
— Khel Now (@KhelNow) November 20, 2024
For the 3rd time in the tournament's history, the Indian women's #hockey team lift the Women's Asian Champions Trophy. 🏆🏆🏆
They defeat Paris Olympics Silver medallist China🇨🇳 to win the 2024 edition.#WACT2024 pic.twitter.com/GvKkngzuNd
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી જીતી ચૂક્યુ છે ભારત
નોંધનીય છે કે, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રૉફી 2024માં ફાઈનલ પહેલા ભારત અને ચીનની ટીમો આમને સામને આવી ચૂકી છે. આ મેચમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી. આ સંદર્ભમાં, હાલમાં ભારતીય ટીમ ચીન કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે.
આ સિવાય ભારત અને ચીનની ટીમો ફાઇનલમાં પહોંચવા સુધી સેમિફાઇનલ સહિત કુલ 5-5 મેચ રમી હતી. ભારતે તમામ 5 મેચ જીતી હતી, જ્યારે ચીન માત્ર 4 મેચ જીત્યું હતું.
આ પણ વાંચો
ICC Rankings: દુનિયાનો બેસ્ટ ઓલરાઉન્ડર બન્યો ભારતનો આ ખેલાડી, ઇંગ્લેન્ડના લિંવિગ્સટૉનને પાછળ છોડ્યો