શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરની જગ્યા લઈ શકે છે આ પૂર્વ ક્રિકેટર, જાણો વિગત
આમરેની બેટિંગ કોચિંગમાંથી શીખનારા ખેલાડીઓમાં સુરેશ રૈના, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પા પણ સામેલ છે. હાલ આમરે યૂએસએ ક્રિકેટ માટે બેટિંગ સલાહકાર તરીકે કામ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર પ્રવીણ આમરેએ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ માટે અરજી કરી છે. વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર જે રીતે નિષ્ફળ રહ્યો તેને જોતાં સંજય બાંગરની હકાલપટ્ટી નિશ્ચિત લાગી રહી છે. 46 વર્ષીય બાંગર છેલ્લા 5 વર્ષથી ટીમ ઈન્ડિયા સાથે છે. તેણે શાસ્ત્રી અને કુંબલે બંને સાથે કામ કર્યું છે. તે ટીમનો આસિસ્ટન્ટ કોચ પણ હતો.
બાંગર વધારે બેટિંગ વિકલ્પ શોધી શક્યો નહતો તેમ માનવામાં આવે છે. બાંગરની જેમ આમરેનો પણ ઈન્ટરનેશલ રેકોર્ડ કંઈ ખાસ નથી પરંતુ તેનો કોચિંગનો અનુભવ પ્રભાવશાળી છે. આઈપીએલની ગત સીઝનમાં તેણે દિલ્હી કેપિટલ્સ માટે સ્કાઉટિંગ હેડ તરીકે રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી સાથે મળીને કામ કર્યું હતું.
રમાકાંત આચરેકર સ્કૂલ ઓફ ક્રિકેટની પૃષ્ઠભૂમિ વાળો આમરે ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન અજિકંય રહાણે માટે વન ટૂ વન બેસિસ પર કામ કરતો રહ્યો છે. આમરેની બેટિંગ કોચિંગમાંથી શીખનારા ખેલાડીઓમાં સુરેશ રૈના, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પા પણ સામેલ છે. હાલ આમરે યૂએસએ ક્રિકેટ માટે બેટિંગ સલાહકાર તરીકે કામ કરી રહ્યો છે.
પ્રવીણ આમરે ભારત તરફથી 11 ટેસ્ટ અને 27 વન ડે રમ્યો છે. ટેસ્ટમાં તેણે 1 સદી અને 3 અડધી સદીની મદદથી 425 રન બનાવ્યા છે. જ્યારે વન ડેમાં 2 અડધી સદી ફટાકરી છે અને 513 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ બનવા માટે ઈચ્છુકો 30 જુલાઈ સુધી અરજી કરી શકે છે.
વરસાદથી રાજ્યમાં કેટલા રસ્તા છે બંધ ? કયા જિલ્લામાં છે સૌથી વધારે અસર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement