શોધખોળ કરો
ચેન્નાઈમાં ટીમ ઈન્ડિયાના કયા પૂર્વ ખેલાડીની કાર પોલીસે જપ્ત કરી લીધી? જાણો શું હતું કારણ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચેન્નાઈમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને રોબિન સિંહની કારને સ્થાનિક પોલીસે જપ્ત કરી લીધી હતી.

કોરોના વાયરસ મહામારીએ જીવનના રસ્તા પર નવા નિયમોની સાથે જીવતા શીખવાડી દીધું છે. અલગ-અલગ રાજ્યોમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ-અલગ લોકડાઉન નિયમોના વિકલ્પ નક્કી કર્યાં છે. આ બનાવવા માટે અલગ વિસ્તાર બનાવવામાં આવેલ છે કે કોરોના વાયરસ મહામારીના કારણે એક ઝોન કેટલો પ્રભાવિત હોય છે. ભારતમાં સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જોવા મળી રહી છે કારણ કે દરેક દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરંતુ પહેલીવાર મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચેન્નાઈમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને રોબિન સિંહની કારને સ્થાનિક પોલીસે જપ્ત કરી લીધી હતી. આઈએએનએસના પ્રમાણે, એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, રોબિન સિંહ શનિવારે સવારે ઈસ્ટ કોસ્ટ રોડ રપ ગાડી ચલાવી રહ્યાં હતાં. તેમની પાસે પોતાની કારમાં મુસાફરી કરવા માટે અનિવાર્ય ઈ-પાસ નહતો. રોબિને કથિત તૌર પર ચેન્નાઈના અડયારથી ઉથ્થાડીમાં પોતાની કારમાં સબ્જી ખરીદવા માટે ગયા હતાં. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, રોબિન સિંહ બહુ જ વિન્રમ હતો. અમને તેની ગાડીને લોકડાઉનના નિયમો તોડવાના રૂપમાં જપ્ત કરી લીધી હતી. તમે આ દરમિયાન પોતાના ઘરના 2 કિલોમીટરના એરિયામાં જ મુસાફરી કરી શકો છો. રોબિન સિંહ ભારત માટે એક ટેસ્ટ અને 136 વન-ડે રમી ચૂક્યા છે. તેમણે પોતાના કરિયરમાં 69 વિકેટ ઝડપી હતી આ ઉપરાંત એક દિવયીસ મેચમાં 2336 રન બનાવ્યા હતાં. જે 1989માં શરૂ થઈ અને 2001માં સમાપ્ત થઈ ગઈ હતી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
ધર્મ-જ્યોતિષ





















