નવી દિલ્હીઃ ભારતે ન્યૂઝિલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને વિજય મેળવવાની સાથે સીરિઝ પર 4-1થી કબજો કર્યો હતો. વન ડે સીરિઝ શરૂ થઈ પહેલા બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થશે તેમ કહેવામાં આવતું હતું પરંતુ મોટાભાગની મેચો એકતરફી રહી હતી. સીરિઝ દરમિયાન ટીમ ઈન્ડિયાની કેટલીક નબળાઈ સામે આવી હતી. જો તેના પર ધ્યાન નહીં આપવામાં આવે તો તે વર્લ્ડકપમાં ભારે પડી શકે છે.
2/3
સ્વિંગ બોલર્સ રમવામાં તકલીફઃ ટીમ ઈન્ડિયાના ધૂરંધરોની સ્વિંગ બોલર્સ સામે રમવાની નબળાઈ ફરી એક વખત સામે આવી છે. ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયામાં માત્ર 92 રનમાં જ ખખડી ગયું હતું. જ્યારે પાંચમી વન ડેમાં પણ 18 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો વર્લ્ડકપમાં પણ આવી જ પિચો હશે તો ટીમ ઈન્ડિયાને રન બનાવવામાં મુશ્કેલી થઈ શકે છે.
3/3
છેલ્લી ઓવરોમાં બેટ્સમેનોનો કંગાળ દેખાવઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો છેલ્લી ઓવરોમાં ધમાકેદાર બેટિંગ કરી શકતા નથી. આ નબળાઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણીમાં સામે આવી છે. જેના કારણે ઘણી વખત ટીમ ઈન્ડિયા ધાર્યા કરતાં ઓછો સ્કોર બનાવી શકે છે. જોકે બોલરોના શાનદાર દેખાવ સામે આ નબળાઈ ઢંકાઈ જાઈ છે.