ભારતનો કાર્યક્રમઃ (3 થી 18 જાન્યુઆરી - ઓસ્ટ્રેલિયા સામે - 1 ટેસ્ટ, 3 વન-ડે), (23 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી - ન્યૂઝીલેન્ડ સામે - 5 વન-ડે, 3 ટી-20), (24 ફેબ્રુઆરીથી 13 માર્ચ - ઓસ્ટ્રેલિયા સામે - 5 વન-ડે, 2 ટી-20), (30 મે થી આઈસીસી વર્લ્ડ કપ)
2/3
જોકે ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા 13 વન-ડે મેચ રમવાની છે. સિવાય પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમશે. આ વખતે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર બધી ટીમો એકબીજા સામે મેચ રમશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. એપ્રિલ-મે માં ભારતના ખેલાડીઓ આઈપીએલ પણ રમશે. ભારત નવા વર્ષની શરુઆત 3 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી કરશે.
3/3
નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ 2019નો સમગ્ર શેડ્યૂઅલ જારી થઈ ગયો છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ 30 મેથી 14 જુલાઈ સુધી ચાલશે, જેમાં 10 ટીમ ભાગ લેશે. ભારત પોતાનો પ્રથમ મેચ 5 જૂનથી સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમશે. જ્યારે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ મેચ રમાશે.