શોધખોળ કરો
શિખર ધવને ‘ગબ્બર’ સ્ટાઇલમાં કરી વાપસીની જાહેરાત, પૂછ્યું- કિતને બોલર થે ?
શિખર ધવને ઘોડા પર બેસીને ઈન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરી છે. જેની સાથે તેણે ફિલ્મ શોલેનો એક ડાયલોગ લખ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ‘ગબ્બર’ માટે છેલ્લા થોડા મહિના મુશ્કેલભર્યા રહ્યા છે. આઈસીસી વર્લ્ડકપ 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ઘાયલ થયો હતો. જે બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી ધવન બે વખત ઈજાગ્રસ્ત થયો અને ઘણી સીરિઝમાંથી બહાર થયો. છેલ્લે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝમાં તે ઘાયલ થયો અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ ગુમાવવો પડ્યો હતો.
ઈજા દરમિયાન રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ લીધી અને જલદી વાપસી કરવાની જાહેરાત પણ શાનદાર રીતે કરી હતી. શિખર ધવને ઘોડા પર બેસીને ઈન્સ્ટાગ્રામ પરથી એક તસવીર શેર કરી છે. જેની સાથે તેણે ફિલ્મ શોલેનો એક ડાયલોગ લખ્યો છે. પોસ્ટનું કેપ્શન આપ્યું છે ‘કિતને બોલર થે ? ગબ્બર ઈઝ બેક.’
ક્યારે કરી શકે છે વાપસી ? શિખર ધવન હવે માર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વન ડે સીરિઝથી વાપસી કરી શકે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ 12, 15 અને 18 માર્ચે રમાશે. જેના 11 દિવસ બાદ આઈપીએલ 2020નો આરંભ થશે. કેવી છે કરિયર ? શિખર ધવને 34 ટેસ્ટની 58 ઈનિંગમાં 7 સદી અને 5 અડધીની મદદથી 2315 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 190 રન છે. 136 વન ડેમાં 7 વખત નોટઆઉટ રહીને તેણે 5688 રન બનાવ્યા છે. જેમાં 17 સદી અને 29 અડધી સામેલ છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 143 રન છે. 61 ટી20માં તેણે 1588 રન બનાવ્યા છે અને સર્વોચ્ચ સ્કોર 92 રન છે. IND vs NZ: ICC ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારતની થઈ પ્રથમ હાર, આ રહ્યા કારણો ડોનાલ્ડ ટ્રમ્પે તાજમહેલની મુલાકાત બાદ વિઝિટર બુકમાં શું લખ્યું ? જાણો વિગત અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પે ટીમ ઈન્ડિયાના કયા ક્રિકેટરોનો કર્યો ઉલ્લેખ ? લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા, જાણો વિગતView this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બજેટ 2025
બિઝનેસ
Advertisement