શોધખોળ કરો
Advertisement
મોહમ્મદ શમીના ઘરે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા બાદ પત્ની હસીન જહાંએ શું કહ્યું? જાણીને ચોંકી જશો
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની અને મોડલ હસીન જહાંની પોતાના પતિના ઘરમાં ઘૂસીને હંગામો કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદ જામીન પર તેને પોલીસે છોડી મૂકી હતી.
લખનઉઃ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની અને મોડલ હસીન જહાંની પોતાના પતિના ઘરમાં ઘૂસીને હંગામો કરવાના આરોપમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદ જામીન પર તેને પોલીસે છોડી મૂકી હતી. રવિવારે મોડી રાતે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં હસીન જહાં પતિ શમીના ઘરે પહોંચી હતી. તે દરમિયાન તેને ઘરની બહાર જવાનું કીધું તો તેણે પોતાને અને તેના બાળકને એક રૂમમાં બંધ કરી દીધાં હતાં.
મોહમ્મદ શમીની પત્ની અને મોડલ હસીન જહાં મોડી રાતે અમરોહામાં તેના ઘર પર પહોંચી હતી. ત્યાં તેણે હાઈ વોલ્ટેડ ડ્રામા સર્જ્યો હતો. હસીન જહાં દીકરી બેબો અને આયા સાથે સાસરીયામાં પહોંચી હતી અને હસીન જહાંએ ઘરના એક રૂમમાં પોતાને અને દીકરીને બંધ કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને પોલીસે હસીન જહાંની અટકાયત કરી હતી.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ પોલીસ શમીના ઘરે પહોંચી હતી. પોલીસ જ્યારે બન્ને વચ્ચે સમાધાન કરાવવામાં નિષ્ફળ રહી ત્યારે પોલીસે હસીન જહાંની અટકાયત કરી હતી. જોકે ત્યાર બાદ તેને જામીન પર છોડી મૂકી હતી.
હસીને મીડિયાને કહ્યું કે, હું અહીં મારા પતિના ઘરે આવી છું અને મને અહીં રહેવાનો હક છે. મારા સાસરીયાઓ મારી સાથે ખરાબ વર્તન કરે છે. પોલીસ પણ મારા પતિના પરિવારનું જ સમર્થન કરે છે. પોલીસે તેમની ધરપકડ કરવી જોઈએ તેના બદલે પોલીસે મને પકડી લીધી. મોહમ્મદ શમીની લાગવગ અને રૂપિયાના કારણે ઉત્તર પ્રદેશ પોલીસ તેને પરેશાન કરી રહી છે.
હસીન જહાંએ જણાવ્યું હતું કે, રાતે બાર વાગ્યે મને મારી પથારીમાંથી ધક્કા મારીને લાવવામાં આવી. મારા હાથમાંથી ફોન છીનવી લેવાયો. હું મદદ માગવા કોની પાસે જઉં. હું હકની લડાઈ લડું છું અને પોલીસ મને પરેશાન કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement